મુંબઈમાં હજી પણ 3000 દુકાનોનાં નામ મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત હોવા છતાં હજી સુધી મુંબઈમાં અનેક વિસ્તારમાં 3,015 દુકાનોના નામના પાટિયા દેવનાગરી લિપીમાં લખવામાં આવ્યું ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા મરાઠી ભાષામાં નામના બોર્ડ લખવાનું ફરજિયાત કરતો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈની તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનો બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. એ મુદત 25 નવેમ્બર, 2023ના પૂરી થઈ ગયો હતી, છતાં હજી મુંબઈમાં લગભગ 3,015 દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટ નામના બોર્ડ હજી મરાઠીમાં લખ્યા ન હોવાનું પાલિકાની ટીમને ઈન્સ્પેકશન દરમિયાન જણાઈ આવ્યું હતું, જેમાં પાલિકાએ `કે-પૂર્વ’ વોર્ડમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ તેનું પાલન નહીં કરવા બદલ 19 દુકાનદાર અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ નોંધ્યા છે.
રાજ્ય સરકારે રાજ્યની તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને દેવનાગરી લિપીમાં નામના બોર્ડ લખવાનું ફરજિયાત કર્યું હતું. એ સામે દુકાનદારોએ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. છેવટે કોર્ટ દુકાનદારોને મરાઠીમાં જ નામના બોર્ડ રાખવા પડશે એવો આદેશ આપ્યો હતો. એ બાદ પાલિકાએ આકરા હાથે કાર્યવાહી હાથ ધરી હતી. એ અગાઉ જો કે દુકાનદારો અને એસ્ટાબ્લિશમેન્ટને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ કલમ 35 અને 36 એ હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી. એ બાદ મરાઠીમાં નામના બોર્ડ નહીં લખનારા સામે કાર્યવાહી કરવા માટે પાલિકાએ વોર્ડ સ્તરે ટીમ બનાવી છે, જે વોર્ડ સ્તરે ફરીને ઈન્સ્પેકશન કરીને નિયમનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરી રહી છે.
નિયમ મુજબ દેવનાગરી લિપીમાં દુકાનોના નામ નહીં લગાવનારા દુકાનોને નોટિસ આપવામાં આવી હતી. એ બાદ પણ નામ નહીં બદલનારા સામે હવે દંડાત્મક કાર્યવાહી અને તેમની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. નિયમનું સતત ઉલ્લંઘન કરનારા પાસેથી દરરોજ 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એવી પાલિકાએ જાહેરાત કરી હતી, છતાં હજી 3,015 દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટે નામના પાટિયા મરાઠીમાં લખ્યા નથી. ઉ