આમચી મુંબઈ
મલાડમાં એસ.વી.રોડને પહોળો કરવા આડે આવતા બાંધકામ તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ પશ્ર્ચિમમાં સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.)પરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મોટા પ્રમાણમાં ડિમોલીશનની કાર્યવાહી કરી રહી છે, જે હેઠળ બુધવારે મલાડમાં અમુક બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા ગોરેગામથી કાંદિવલી વચ્ચે આવતા ચાર બોટલનૅકને હટાવવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે મલાડમાં બાંધકામ હટાવવામાં આવ્યા હતા. પી-ઉત્તર વોર્ડમાં લાંબા સમયથી રસ્તાને પહોળો કરવાના કામ હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગ હેઠળ ગુરુવારે પાંચ ઑક્ટોબરના ચિંચોલી ફાટક, દરગાહ મસ્જિદ પાસે એસ.વી.રોડને પહોળો કરવામાં અડચણરૂપ બની રહેલા ૨૪ અને ઉંદેરાઈ જંકશન પરના ૧૫ એમ ૩૯ બાંધકામ હટાવવાની કાર્યવાહી પાલિકાના પી-ઉત્તર વોર્ડના આસિ. કમિશનર કિરણ દિઘાવકરના નેતૃત્વમાં પાર પાડવામાં આવી હતી.