આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં આ બીમારીઓએ હદ વટાવી

મુંબઈમાં વધુ સંક્રમણ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે, તેમાંય વળી કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. મહારાષ્ટ્રમાં મલેરિયા અને ડેન્ગ્યૂના રોગમાં વધારો થયો છે, રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના સંક્રમણ વધારો થયો છે, જેમાં કુલ મળીને 20,000 કેસની સંખ્યા પાર થઈ છે. કુલ કેસમાં પણ સૌથી વધુ દર્દી ડેન્ગ્યૂના છે. મચ્છરજન્ય બીમારીનું પ્રમાણ સૌથી વધારે મુંબઈ શહેરમાં જોવા મળે છે, એમ સત્તાવાર જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર પહેલી જાન્યુઆરીથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મલેરિયાના કુલ 10,400થી વધુ કેસ હતા, જેમાં એકલા મુંબઈમાં 4,200 કેસ હતા. એ જ રીતે રાજ્યમાં ડેન્ગ્યૂનું સંક્રમણ વધ્યું છે, જેનાથી 9,676 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી મુંબઈ એકલા 3,241 દર્દીનો સમાવેશ થાય છે. આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યૂ મલેરિયાથી કુલ કેસમાંથી 33 ટકા ડેન્ગ્યૂ અને 41 ટકા મલેરિયાના કેસ મુંબઈમાં નોંધાયા હતા.


મુંબઈ સહિત રાજ્યમાં આ વર્ષે ચોમાસું મધ્યમથી ભારે રહ્યું છે, પરિણામે વરસાદજન્ય રોગના કેસની સંખ્યા વધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે રાજ્યમાં 11.96 લાખ શંકાસ્પદ ઈન્ફ્લુઅન્ઝા (ફ્લુ એક શ્વાસની સંક્રમણની બીમારી છે, જે ઈન્ફ્લુએન્ઝાના વાયરસના કારણે થાય)ના કેસ નોંધાયા હતા, જેમાં અત્યાર સુધીમાં 16 જણનાં મોત થયા છે. મુંબઈમાં આ વર્ષે વરસાદનું મોડું આગમન થયું છે.


આ મુદ્દે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિવિધ બીમારી પર સતત પ્રશાસન ધ્યાન આપી રહી છે, જ્યારે તેની ગણતરી કરવામાં આવે છે, તેથી કેસની સંખ્યા વધી હોવાથી એ બાબત ચિંતાજનક છે. વરસાદ અને મચ્છરજન્ય બીમારી સિવાય પણ મહારાષ્ટ્રમાં કોવિડ-19 જેવી બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે, તેથી આ મુદ્દે નાગરિકોએ પણ તકેદારી રાખવાનું જરુરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button