મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થયો અને ઠંડી વધી
મુંબઈઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે. શનિવારે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડીનું જોર યથાવત રહેવાનો અંદાજ છે. ઠંડીના કારણે શહેરીજનોએ સ્વેટર, મફલર, શાલ બહાર કાઢવી પડી છે. દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે કોઈએ ગરમ કપડા પહેર્યા છે, કોઈએ સ્વેટર પહેર્યા છે, કોઈએ ઠંડીથી બચવા માટે કાનની ટોપી પહેરી છે. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોને કારણે મહારાષ્ટ્રમાં ભારે ઠંડી પડી રહી છે. અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલંજોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોનું જોર વધવાને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. શનિવારે ધુળે જિલ્લામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ સ્થળે 4.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસમાં મુંબઈ, પુણે સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
નિફાડ, જળગાંવ, અહિલ્યાનગર, જેઉર, નાસિક, મધ્ય મહારાષ્ટ્રમાં માલેગાંવ, મરાઠવાડામાં પરભણી, વિદર્ભના ગોંદિયા, વર્ધા, મધ્ય મહારાષ્ટ્રના નાગપુર ધૂળે વગેરે જગ્યાએ 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. એવા જ હાલ ચંદ્રપુરના પણ છે. સામાન્ય રીતે ભારે ગરમી માટે જાણીતા ચંદ્રપુર શહેરમાં હાલમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનો અનુભવ થઈ રહ્યો છે અને લોકો હવે તાપણા, બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી જાલના જિલ્લામાં ઠંડીનું જોર વધવા માંડ્યું છે.
આજે અને આવતીકાલે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાય તેવી શક્યતા છે. વધતી ઠંડીને કારણે જાલના જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. પરભણીમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે પરભણીમાં સૌથી ઓછું તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી એકાદ-બે દિવસ તાપમાન યથાવત્ રહેવાની સંભાવના છે. નંદુરબાર જિલ્લામાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
Also Read – આજે મહારાષ્ટ્ર કેબિનેટની શપથવિધિઃનવા ચહેરાઓને તક, જૂનાંને ઝટકો
જિલ્લાના સાતપુરાના ડુંગરમાળામાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. તોરણમાળમાં 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.