આમચી મુંબઈ

ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે મંગલ પ્રવેશ – પ્રવચન કાર્યક્રમ

મુંબઈ: શ્રી હિંગવાલા લેન ખાતે મોટા ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવનો આજે તા. ૧ ને શુક્રવારે સવારે ૭-૩૦ કલાકે મંગલ પ્રવેશ અને પ્રવચન કાર્યક્રમ યોજાયેલ છે.
પૂ. શ્રી ધીરગુરુદેવ શ્રી બીનાબેન અજયભાઈ શેઠના નિવાસેથી વિહાર કરી તિલક રોડ ખાતે રિદ્ધિસિદ્ધિ બિલ્ડિંગના પટાંગણેથી સકલ સંઘ સહિત ૭-૧૫ કલાકે સ્વાગત યાત્રા ઉપાશ્રય પહોંચ્યા બાદ નવકારશી અને ૯-૦૦ કલાકે સમૂહ ભક્તામર, ૯-૩૦ કલાકે સંયમ સંવેદના વિષયે પ્રવચન એવં પૂ. રત્નજ્યોતજી મહાસતીજીની પાંચમી દીક્ષા જયંતી નિમિત્તે સમૂહ એકાસણા યોજાશે.
જ્યારે અધ્યાત્મ સૌરભ પુસ્તક વિમોચન વિધિ શ્રી હરેશભાઈ જે. મોદીના અતિથિપદે યોજાશે.

તા. ૨ ને શનિવારે વ્યાખ્યાન મધ્યે આનંદમંગલ હોલ – સ્વસ્તિક વિધિ યોજાશે. તા. ૩ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨ કલાકે પૂ. ગુરુદેવનો કલકતા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહ ડુંગર દરબાર, ઝવેરબેન હોલ ખાતે યોજાશે. વિલેપારલા સંઘના મંત્રી શ્રી ચંદુભાઈ દોશીનું વિશિષ્ટ સન્માન કરાતાં ઉમંગ છવાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button