આમચી મુંબઈ

ગઢચિરોલીમાં ૧૦૦૦ જવાનોએ ૨૪ કલાકમાં ‘પોલીસ પોસ્ટ’ બનાવી

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ગર્ડેવાડા વિસ્તારમાં ૧૦૦૦થી વધુ જવાનોએ માત્ર ૨૪ કલાકમાં જ ‘પોલીસ પોસ્ટ’ બનાવી હતી. અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારના ૭૫૦ સ્ક્વેર કિલોમીટર પરિસરમાં પોલીસ પોસ્ટને કારણે નજર રાખી શકાશે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ પોસ્ટને કારણે ૧૯૪૭ પછી પહેલી વાર આ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની કાયમી હાજરીનો માર્ગ મોકળો થયો છે. ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે જણાવ્યું હતું કે સુરંગ અને ઘાતકી હુમલાને ટાળવા માટેની માર્ગ ખુલ્લો કરવાની કવાયતમાં આશરે ૬૦૦ કમાન્ડો સોમવારે ગર્ડેવાડામાં ૬૦ કિલોમીટર સુધી ચાલ્યા હતા. આ નવી પોલીસ પોસ્ટને કારણે ૭૫૦ કિલોમીટર સુધીના વિસ્તાર પર નજર રાખી શકાશે, જે અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતો હતો. જોકે પોલીસ પોસ્ટને કારણે ગટ્ટા-ગર્ડેવાડા-તોડગટ્ટા-વાનગેતુરી-પાનવર આંતરરાજ્ય માર્ગ છત્તીસગઢ સુધી તૈયાર કરવામાં મદદ થશે. એ સિવાય ૧૦ જેટલા ૪જી ટાવર ઊભા કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

માર્ગ ખોલવાની કવાયતમાં લગભગ ૧૦૦૦ સી-૬૦ કમાન્ડો, પચીસ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, નવનિયુક્ત પોલીસ જવાનો, ૫૦૦ સ્પેશિયલ પોલીસ અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રીય અનામત પોલીસ દળની ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરો સામેલ હતા. ઉપરાંત, ૧,૫૦૦ લોકો, ૧૦ જેસીબી, ૧૦ ટ્રેઈલર્સ, ચાર પોકલેન મશીન, ૪૫ ટ્રક્સ અને અન્ય સુવિધાઓ સાથે ૨૪ કલાકમાં આ પોસ્ટ ઊભી કરાઈ હતી, એમ એસપીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…