આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના કિસ્સામાં 9 ગુના નોંધાયા

સંભાજીનગરઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માજલગાંવમાં મરકજ મસ્જિદની દીવાલ પર એક વ્યક્તિએ જય શ્રી રામ લખી દીધું હતું. ત્યાર બાદ લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ ઘણા બધા લોકો માજલગાંવ પોલીસ સ્ટેશન પર મોડી રાત સુધી જમા થયા હતા. આ સંબંધમાં એફઆઈઆર કરવામાં આવી હતી.

આ બનાવ પછી એસડીપીઓ ધીરજ કુમારે આશ્વાસન આપ્યું કે આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. આ મામલામાં પોલીસ કમિશનર નંદકુમાર ઠાકુરે હતું કે અમે માજલગાંવ ઘટનામાં ચાર એફઆઈઆર દાખલ કરી હતી. પહેલી એફઆઈઆર એ વ્યક્તિ વિરુદ્ધ જેણે ધાર્મિક સ્થળ પર જય શ્રી રામ લખ્યું હતું. બીજી જ્યારે લોકો મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્રીજી એફઆઈઆર એક શકમંદ પર કરવામાં આવી છે, જેણે સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને ભડકાઉ ભાષણ પણ કર્યું હતું. ચોથી એફઆઈઆર એના પર કરવામાં આવી જેમણે માજલગાંવ બંધ કરવાની વાત કરી હતી.

આના પછી ધારાશિવ જિલ્લામાં પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની અને માહોલ ખરાબ કરવાની કોશિશ કરવાની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પછી ધારાશિવમાં અન્ય એક એફઆઈઆર 200થી વધુ લોકો પર ગેરકાયદે રીતે ભેગા થવા પર કરવામાં આવી છે.

આ સાથે આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ધારાશિવ પોલીસની ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ)ની સાથે રિઝર્વ પોલીસ બળના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ જાલના શહેરમાં પણ અસમાજિક તત્ત્વો દ્વારા મસ્જિદ પર રંગ ફેંકવા અને માહોલ ખરાબ કરવાને લઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button