આમચી મુંબઈ

કલકત્તામાં પૂ. શ્રી ધીરગુરુદેવની આયંબિલ ઓળી પ્રસંગે રવિવારે પધરામણી: પ્રવચન શ્રેણી

શ્રી હંસરાજ લક્ષ્મીચંદ કમાણી – જૈન ભવનના ઉપક્રમે ચૈત્રી નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પરમશ્રદ્ધૈય પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં તા. ૧૫-૪થી તા. ૨૩-૪-૨૪ સુધી અહિંસા ભવનમાં ઉજવાશે. દરરોજ સવારે ૯.૦૦થી ૧૦.૧૫ કલાકે ‘નવપ્રશ્ર્ન અપાવે નવનિધાન’ પ્રવચનશ્રેણીનું યુ ટ્યૂબમાં ‘ધીર પ્રવચન ધારા’ ચેનલમાં લાઈવ પ્રસારણ થશે.

જ્યારે ૧૨-૧૩ એપ્રિલના બિંદુબહેન હરેશભાઈ મોદીના નિવાસે બિરાજશે. તા. ૧૪ ને રવિવારે સવારે નવકારશી બાદ ૮.૧૫ કલાકે પૂ. ગુરુદેવ, સાધ્વીજી પૂ. નયનાજી મ. સ. આદિ ચતુર્વિધ સંઘની સ્વાગત યાત્રા મુખ્ય માર્ગે થઈ તેરાપંથ ભવનમાં પૂર્ણ થશે. સવારે ૯.૦૦ કલાકે શ્રી ચંદ્રવદનભાઈ દેસાઈના પ્રમુખસ્થાને સ્વાગત સમારોહ અને તમારા જીવનને કોણ નિયંત્રણ કરે છે? વિષય પર પ્રેરણાના તંત્રી અજયભાઈ શેઠનું વકતવ્ય યોજાશે.

તા. ૨૧ને રવિવારે ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦મા વર્ષ નિમિત્તે ભવ્ય મહાવીર પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવશે.

પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી નવનિર્મિત જૈન ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૬ જુલાઈ અને ચાતુર્માસ પ્રવેશ ૭ જુલાઈ રવિવારના યોજાશે.

એમ્બેવલી સીટીના કેરટેકરના બાળકો માટે લોનાવાલા વગેરેમાં એજ્યુકેશન માટે ક્વેસ્ટ ફાઉન્ડેશનના બિનાબેન અજયભાઈ શેઠ સહાયક બનતા અનેક વિદ્યાર્થીઓ પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવા તૈયાર થયા છે. માવિત્રોના ચહેરાની ચમક અને પ્રસન્નતાથી ઉપસ્થિત સહુ ભાવવિભોર બન્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…