ઘાટકોપરમાં પોશ સોસાયટીમાં સીસીટીવી કેમેરા પર છત્રી રાખીને કરી આવી હરકત…

મુંબઈઃ મુંબઈના ઘાટકોપરમાં એક હાઈફાઈ સોસાયટીમાં સીસીટીવી કેમેરા પર છત્રી આડી મૂકીને મહિલાએ ચંપલ ચોરી હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર ઘાટકોપરમાં આવેલી વસંત વિહાર સોસાયટી અને વલ્લભ બાગ લેનમાં આવેલી કમલકુંજ સોસાયટીમાં આ ઘટના બની હતી. 20મી અને 28મી ઓગસ્ટના આ ઘટના બની હતી, જે બીજી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પ્રકરણે ઘાટકોપર અને પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક મહિલા સોસાયટીની દાદરા ઉતરીને નીચે આવી રહી છે અને તેણે સીસીટીવી કેમેરા પર છતરી મૂકીને ચંપલની ચોરી કરતી જોવા મળે છે. તેની સાથે એક અન્ય મહિલા પણ જોવા મળી હતી. બંને મહિલાના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
દરિમયાન આ પ્રકરણે હજી ગુનો નથી દાખલ કરવામાં આવ્યો પણ હાઈફાઈ સોસાયટીમાં ચંપલ ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ એકદમ ચોંકી ઉઠશો. એવું કહેવાઈ રહ્યું છે કે આ મહિલાઓ આ જ સોસાયટીમાં ઘરકામ કરે છે.