આમચી મુંબઈ

મુંબઈની હવાની ગુણવત્તામાં સુધારો

કાટમાળ અને બાંધકામ સામગ્રીના પરિવહનને મંજૂરી

મુંબઈ: શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક પાછો ‘મધ્યમ’ થઈ ગયો હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કાટમાળ અને બાંધકામ સામગ્રી વહન કરતી ટ્રકોના પરિવહનને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે જે હાઇકોર્ટના નિર્દેશને પગલે બંધ કરવામાં આવી હતી. શહેરમાં બગડતા એકયુઆઇ બાદ, હાઈકોર્ટે સુઓ મોટો જાહેર હિતની અરજી પર બીએમસીને ૬ થી ૧૯ નવેમ્બર સુધી ભંગાર અને બાંધકામ સામગ્રીના પરિવહનને મંજૂરી આપવા પર પ્રતિબંધ મુક્યો હતો અને જો એકયુઆઈ સુધરે તો જ પરવાનગી આપવા જણાવ્યું હતું. વધારાના
મ્યુનિસિપલ કમિશનર (શહેર) અશ્વિની જોશીએ જણાવ્યું હતું કે, “અમે ટ્રક પર તાડપત્રીનો ઉપયોગ કરીને બાંધકામ અને કાટમાળના પરિવહનને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે કારણ કે સંચિત સામગ્રી વધુ ધૂળ તરફ દોરી જાય છે.
વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેના વિવિધ પગલાં લેવાયા બાદ ૧૯ નવેમ્બરથી ‘મધ્યમ’ થી ‘સંતોષકારક સ્તર’ સુધી પહોંચ્યો છે. ૧૯ નવેમ્બર થી ૨૨ નવેમ્બર વચ્ચે એકયુઆઈ અનુક્રમે ૧૫૯, ૧૧૧, ૧૨૯ અને ૧૨૦ પર રહ્યો હતો.. નાગરિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓ સાથે ૨૦ નવેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં, એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કાટમાળનો સંગ્રહ વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સની પ્રગતિને અવરોધે છે. નોંધ મુજબ, મ્યુનિસિપલ કમિશનર આઈ એસ ચહલે સૈદ્ધાંતિક રીતે કાટમાળના પરિવહનને મંજૂરી આપવા માટે જારી કરાયેલ માર્ગદર્શિકાના કડક પાલનને આધિન મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button