કૃત્રિમ વરસાદ માટે સુધરાઈએ કસી કમર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કૃત્રિમ વરસાદ માટે સુધરાઈએ કસી કમર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ક્લાઉડ સિડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ કરવાની યોજના હાથ ધરી છે, જે માટે તે કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ આમંત્રિત કરવાની છે. મુંબઈમાં ગયા વર્ષથી હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. તેથી વાતાવરણમાં રહેલા પ્રદૂષણને નાથવા કૃત્રિમ વરસાદ પાડવા પાલિકાની શરતોને પૂરી કરી શકે તે કંપનીને કૉન્ટ્રેક્ટ આપવામાં આવવાનો છે.

ચોમાસા બાદ મુંબઈમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈનને ૨૫ ઑક્ટોબર, ૨૦૨૩થી અમલમાં મૂકી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં વોર્ડ સ્તરે પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર રહેલા ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ આપવાની લઈનેે તેમની સામે પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્ધસ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી રહી છે. છતાં આટલેથી નહીં થોભતા પાલિકાએ હવે કૃત્રિમ વરસાદની પણ મદદ લેવાની છે.
મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ પાલિકા દુબઈ સ્થિત કંપની જે ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે, તેની સાથે ક્લાઉડ સીડિંગને મુદ્દે વાતચીત કરી રહી છે. પાલિકાના પર્યાવરણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ક્લાઉડ સીડિંગમાં હકારાત્મક પરિણામો સાથે ઓછામાં ઓછા સાત વર્ષનો અનુભવ ધરાવતી કંપની પાસેથી જ અમે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ આમંત્રિત કરવાના છે. આ કામમાં રસ ધરાવતી કંપનીઓ ચારથી ૧૪ ડિસેમ્બરની વચ્ચે તેમની બીડ સબમિટ કરવાની રહેશે.

પાલિકાના અધિકારીના કહેવા મુજબ વાયુ પ્રદૂષણ નાથવા માટે લાંબા ગાળાની યોજના સાથે તૈયારી કરવી પડવાની છે. શહેરમાં વધતા જતા બાંધકામને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. તેથી દર વર્ષે વાયુ પ્રદૂષણ ઘટાવા માટે તે મુજબના પગલા લેવા પડવાના છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button