આમચી મુંબઈ

ફૂટપાથ પર લગાડેલા અવરોધકોને કારણે વ્હિલચેર વપરાશકર્તાઓ માટે ફૂટપાથ વાપરવી અશક્ય

હાઇ કોર્ટે બીએમસીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં લેવા કહ્યું

મુંબઈ: મુંબઈના રહેવાસી કરણ સુનિલ શાહ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના આધારે ગયા વર્ષે હાઇ કોર્ટે લીધેલ સુઓ મોટો પિટિશનની સુનાવણી કરતી વખતે, બોમ્બે હાઈ કોર્ટે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર ખામીઓ દૂર કરવા માટે જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો અને “બેધ્યાન અધિકારીઓ સામે પગલાં લેવા પણ કહ્યું હતું.

અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે મુંબઈમાં ફૂટપાથના પ્રવેશદ્વાર પર અવરોધકો સલામતી સુનિશ્ર્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત કરવામાં આવ્યા હોવા છતાં, વ્હીલચેર વપરાશકર્તાઓ માટે તેને કારણે ફૂટપાથનો ઉપયોગ અશક્ય બની જાય છે. શાહે તેમના ઈમેલ સાથે ફોટોગ્રાફ્સ જોડ્યા હતા જે દર્શાવે છે કે બે સ્તંભો વચ્ચેનું અંતર એટલું ઓછું છે કે વ્હીલચેર પસાર કરવું અશક્ય છે.
બીએમસીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અનિલ સિંહે ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ એસ. ડૉક્ટરની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે નાગરિક સંસ્થાએ વિકલાંગ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ૨૬ મે, ૨૦૨૩ના રોજ નવી ફૂટપાથ નીતિ ઘડી હતી. કેમકે નીતિ પહેલેથી જ અપનાવવામાં આવી છે, બીએમસી સત્તાવાળાઓએ તેનું કાળજીપૂર્વક પાલન કરવું પડશે, એમ બેન્ચે તેના આદેશમાં નોંધ્યું છે. નાગરિક સંસ્થાએ કોર્ટને જણાવ્યું કે તમામ વોર્ડમાં એક સર્વે ચાલી રહ્યો છે કે શું બોલાર્ડ લગાવવામાં વિસંગતતાઓ છે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કોઈ વિસંગતતા જોવા મળશે, તો તેને સુધારવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

ત્યારબાદ બેન્ચે આ મામલાને મુલતવી રાખ્યો અને બીએમસીને ફૂટપાથ નીતિના અમલીકરણ, સર્વેક્ષણ અહેવાલ અને ખામીઓને દૂર કરવા માટે લેવાયેલા પગલાં અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું જેથી વિકલાંગ અને વૃદ્ધ લોકોને ફૂટપાથ પર સાર્વત્રિક પ્રવેશ મળી શકે.

“બીએમસી અધિકારીઓ આટલા બેધ્યાન કેવી રીતે હોઈ શકે? એવું નથી કે બીએમસીએ પૈસા ખર્ચ્યા નથી અથવા બીએમસીએ બોલાર્ડ લગાવ્યા નથી. સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે ટિપ્પણી કરી અને આગામી સુનાવણી સાત ફેબ્રુઆરી પર રાખી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…