મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં પૂરજોશમાં વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે અને આ જ અનુસંધાનમાં મુંબઈગરા માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે મુંબઈગરાનો પ્રવાસ એકદમ સુખદ બને એ માટે ટૂંક સમયમાં જ મેટ્રોના નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે પ્રવાસ ઝડપી બનશે. પરંતુ મેટ્રો સ્ટેશનથી પોતાના ઈચ્છિત સ્થળે પહોંચવા માટે મુંબઈગરાઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈગરાની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એમએમઆરટીએ દ્વારા મુંબઈના 28 મેટ્રો સ્ટેશનની બહાર શેરિંગ ઓટો સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ ઊભા કરવાની પરવાનગી આપી છે. પરિણામે મુંબઈગરાને મેટ્રો સ્ટેશનથી તેમના નિર્ધારિત સ્થળ સુધી પહોંચવામાં રાહત મળશે. શરૂઆતમાં છ મહિના માટે આ આ સ્ટેન્ડ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. શેરિંગ રિક્ષા અને ટેક્સીચાલકોની સંખ્યા વધી જચા મેટ્રો સ્ટેશનના પરિસરમાં ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી એમએમઆરટીએ દ્વારા આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે.
મેટ્રો સ્ટેશનની બહાર શેરિંગ રિક્ષા અને ટેક્સીનો વિકલ્પ કેટલો વ્હવહારુ સાબિત થઈ શકે છે એની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ જ સંબંધિત પરિસરમાં શેરિંગ રિક્ષા, ટેક્સીને કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે મેટ્રો સ્ટેશન પરિસરમાં રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે, એવી માહિતી સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એમએમઆરટીએ દ્વારા 40 કરતાં વધુ શેર રિક્ષા-ટેક્સીની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સ્થળોમાં શક્ય હોય ત્યાં સુધી મેટ્રો સ્ટેશનથી નજીક આવેલી ઓફિસ કે વધુ વસતીવાળા વિસ્તારો હશે. વર્સોવાથી ઘાટકોપર રૂટ પર આઠ સ્ટેશનની બહાર આ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અંધેરી વેસ્ટી દહીંસર મેટ્રો 2-Aનો રૂટ, તેમ જ ગુંદવલીથી દહીંસર મેટ્રો રૂટના સ્ટેશનની બહાર આ સેવા શરૂ કરવામાં આવશે.
આ સ્ટેશનોમાં વર્સોવા, ડીએન નગર, અંધેરી, ચકાલા, ગોરેગાંવ, આરે, દિંડોશી, આકુર્લી, પોઈસર, માગાઠાણે, કાંદિવલી, દહાણુકરવાડી, ઓવારીપાડા, દહીંસર પૂર્વ, આનંદ નગર, કાંદારપાડા, મલાડ (વેસ્ટ), નેશનલ પાર્ક, દેવીપાડા, મંડપેશ્વર, એકસર, બોરીવલી અને શિંપોલી સ્ટેશનનો સમાવેશ થાય છે.
…તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!
...તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!