મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, નવી રેકની મુંબઈમાં એન્ટ્રી
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈમાં ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધી મોનોરેલની સેવાને શરૂ કરવામાં આવી હતી, પણ આ માર્ગમાં મોનો રેલની સર્વિસ ઓછી હોવાને કારણે લોકોએ તેને નાપસંદ કરી હતી. નવી રેક મુંબઈમાં એન્ટ્રી થવાથી મુંબઈમાં મોનોરેલની સર્વિસ પણ ટૂંક સમયમાં વધી શકે છે.
આ પણ વાંચો: મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત
આ સમસ્યાને દૂર કરવા માટે એમએમઆરડીએ દ્વારા મોનોરેલની સેવામાં વધારો કરવા માટે ત્રણ વર્ષ પહેલા મોનોરેલના કોચ ખરીદવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. એમએમઆરડીએના આ ટેન્ડર પ્રમાણે 10 મોનોરેલ ટ્રેન મુંબઈ આવી ગયા હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: મોનોરેલના ઓપરેશન માટે MMRDA બનાવી મોટી યોજના, જાણો કોને થશે લાભ?
ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધી દોડતી મોનોરેલ સેવામાં 10 નવી ટ્રેન હવે ટૂંક સમયમાં સામેલ થવાની છે. આ 10 ટ્રેન (રેક) મુંબઈમાં આવી જતાં ટ્રેનોની ટ્રાયલ રન પછી તેને રેગ્યુલર સર્વિસમાં સામેલ કરી શકાય છે, જેથી પ્રવાસીઓને પણ રાહત થઈ શકે છે.
આ પણ વાંચો: પુણે મોનોરેલ પ્રોજેક્ટ નહીં બનવા દઉં, ભાજપમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા મેઘા કુલકર્ણીએ કર્યો ખુલ્લો વિરોધ, જાણો કારણ
એમએમઆરડીએ દ્વારા એક ખાનગી કંપની પાસેથી મોનોરેલની 10 ટ્રેન ખરીદવામાં આવી છે. આ ચાર કોચની મોનોરેલને રૂ. 59 કરોડની કિંમતે ખરીદવામાં આવ્યા છે. મોનોરેલ સેવામાં 10 વધુ ટ્રેન સામેલ થતાં હાલમાં દિવસ દરમિયાન દર 15 મિનિટે 142 સર્વિસ દોડાવાય છે, જેમાં મોનોરેલ સેવાને 250 સુધી વધારવા માટે પ્રશાસન વિચાર કરી રહ્યું છે, એવી માહિતી એમએમઆરડીએ દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોનો રેલની ટિકિટ પર જાહેરાત છાપવામાં આવશે
મુંબઈની મોનોરેલ સેવામાં નવા 10 કોચની સુરક્ષા ટેસ્ટ સાથે રેલવે સેફ્ટીના કમિશનર અને સેફ્ટી ઓથોરીટીની મંજૂરી મળ્યા બાદ નવી ટ્રેનોને માર્ગમાં દોડાવવામાં આવવાની છે. એમએમઆરડીએની માહિતી મુજબ 10 નવી મોનોરેલ ટ્રેનમાં અનેક સુધારા સાથે નવી ટેકનોલોજી પણ બેસાડવામાં આવી છે. નવી ટ્રેન જૂના મોડલની સરખામણીએ વધુ સલામત છે અને તેમાં 568 પ્રવાસી મુસફારી કરી શકે છે, જે હાલની સંખ્યા કરતાં 10 ટકા વધારે છે.