નવી મુંબઈ મેટ્રોમાં પ્રવાસીઓના લાભ માટે લેવાશે આ મહત્ત્વનો નિર્ણય
નવી મુંબઈ: અનેક વર્ષોની પ્રતિક્ષા બાદ નવી મુંબઈમાં મેટ્રોનું ઉદ્ઘાટન કરી સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે નવી મુંબઈ મેટ્રોમાં રેગ્યુલર ફેરી ઓછી હોવાને કારણે એપ્રિલ મહિનાથી નવી મુંબઈ મેટ્રોના સમયમાં વધારો કરવા સિડકો વિચાર કરી રહ્યું છે. નવી મુંબઈ મેટ્રોના સમયમાં વધારો થવાથી ખારઘર, તલોજામાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે.
સવારે છથી રાતે 10 વાગ્યા દરમિયાન નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ રાખવામાં આવી છે. જોકે રાતે દસ વાગ્યા પછી મેટ્રો પણ બંધ થઈ જવાની સાથે ખારઘર રેલવે સ્ટેશનથી તલોજા માર્ગમાં પણ બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી સેક્ટર 34,35 અને તલોજા વિસ્તારમાં રહેતા લોકોને વધારે ભાડું ચૂકવી ખાનગી બસ કે રિક્ષા વડે પ્રવાસ કરવો પડે છે.
આ પણ વાંચો : Uddhav Thackeray સાંગલી બેઠક મામલે મક્કમ, કૉંગ્રેસે પણ ઉર્તાયો છે ઉમેદવાર
નવી મુંબઈ મેટ્રો શરૂ થવાથી ખારઘર, તલોજા અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થવાની સાથે લોકોને પ્રવાસ માટે નવો પર્યાય પણ ઉપલબ્ધ થયો છે. નવી મુંબઈ મેટ્રોમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને સિડકોએ નવી મુંબઈ મેટ્રો સેવાના સમયમાં વધારો કરવા માટે વિચાર કરી રહ્યું છે, એવી માહિતી એક અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો : PM મોદી આજે મુંબઈની મુલાકાતે, RBIના 90 વર્ષ પૂરા થવા પર આયોજિત સમારોહને સંબોધિત કરશે
પ્રશાસન દ્વારા મુંબઈ, નવી મુંબઈ અને ઉપનગરોમાં મેટ્રોની શરૂ કરવામાં આવી છે. તેમ જ મુંબઈ અને તેની પાસપાસના ઉપનગરોની પણ મેટ્રો લઈને એકબીજા સાથે અને રેલવે સ્ટેશન સાથે જોડવા માટે કામ શરૂ કરવામાં આવ્યા છે, પણ માત્ર સવારે છ વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ઓછી મેટ્રોની સેવા પ્રવાસીઓને ઉપલબ્ધ થતાં પ્રવાસીઓએ મેટ્રો સેવામાં વધારો કરવાની માગણી કરી છે.