નવી મુંબઇમાં ગેરકાયદે કૉલ સેન્ટરનો પર્દાફાશ: ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવવા અને સરકારને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નવી મુંબઈના રબાળે વિસ્તારમાં આઇટી પાર્કની બહાર ચાલતા કૉલ સેન્ટર પર ડિપાર્ટમેન્ડ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી) દ્વારા ગુરુવારે રેઇડ પાડવામાં આવી હતી અને રૂ. 70 હજારના સર્વર જપ્ત કરાયા હતા.
આ પ્રકરણે પશ્ર્ચિમ બંગાળની શારદા વિનોદ કુમાર અને ઝારખંડના અમિત કુમાર તથા પીંકી રાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ, ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો : ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વેબ વર્ક્સ ઇન્ડિયા પ્રા. લિ. નામના કૉલ સેન્ટર દ્વારા એપ્રિલથી ગેરકાયદેસર રીતે વીઓઆઇપી અને એસઆઇપી ટ્રન્ક લાઇનોનો ઉપયોગ કરી ભારતમાં ઇન્ટરનેસનલ કૉલ્સનું રુટિંગ કરવામાં આવી રહ્યું હતું. આને કારણે સરકારને રૂ. પાંચ કરોડનું નુકસાન થયું હતું.
આ અનધિકૃત ઑપરેશન્સ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ