આમચી મુંબઈ

મતદાન નહીં કરો તો બૅન્કમાંથી કપાઇ જશે ₹ ૩૫૦!

આવા ખોટા મેસેજથી નાગરિકો રહે સાવધાન

મુંબઈ: સોશિયલ મીડિયા પર આજકાલ કંઇ પણ વાયરલ થઇ રહ્યું છે. મોટી સમસ્યા એ છે કે લોકો આવી પોસ્ટને સાચી માની પણ લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરો તો બૅન્ક ખાતામાંથી ૩૫૦ રૂપિયા કપાઇ જશે. આ સાંભળીને ઘણા લોકો ગભરાઇ ગયા છે. ૩૫૦ રૂપિયા કપાવાના દાવા સાથેનું એક પેપર કટિંગ પણ વાઈરલ થઇ રહ્યું છે.

વોટ્સ એપ, એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પેપર કટિંગ વાઈરલ થયું છે. આ પેપર કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી ૩૫૦ રૂપિયા કપાશે. ‘ચૂંટણી પંચે તમામ બૅન્કોને આ આદેશનો કડકાઇથી અમલ કરવા કહ્યું છે.’ પોસ્ટમાં એમ પણ જણાવવામા ંઆવ્યું છે કે જે લોકોના ખાતામાં ૩૫૦ રૂપિયા જેટલી રકમ નથી અથવા જેમની પાસે આધાર કાર્ડ છે પણ બૅન્ક એકાઉન્ટ નથી, એમના આધારકાર્ડ સાથે લિંક એકાઉન્ટમાંથી રિચાર્જ કરતી વખતે પૈસા કાપવામાં આવશે. એ વખતે તેમને મિનિમમ ૩૫૦ રૂપિયાનું રિચાર્જ કરવાનું કહેવામાં આવશે. એના કરતા ઓછી રકમથી ફોન રિચાર્જ જ નહીં થાય અને આ પૈસા મતદાન નહીં કરવાના દંડ પેટે લઇ લેવાશે.

આ દાવો તદ્દન ખોટો છે. ફેક્ટ ચેક ટીમે આ પોસ્ટનું ફેક્ટ ચેક કર્યું છે અને જણાવ્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે. ફેક્ટ ચેક ટીમે તેને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. ફેક્ટ ચેક ટીમે કહ્યું છે કે આ સમાચાર નકલી છે. ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી. જવાબદાર નાગરિક બનો, મત આપો.

ચૂંટણી પંચે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને ગેરમાર્ગે દોરતો જણાવ્યો છે અને જણાવ્યું છે કે દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા નકલી અને ભ્રામક સંદેશાઓ વાઈરલ થતા હોય છે અને લોકો આવી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા હોય છે. જો તમારી પાસે પણ આવા કોઇ સંદેશ, સમાચાર આવ્યા છે તો તમે પરેશાન નહીં થતા અને આવા સંદેશને પ્લીઝ ફોરવર્ડ નહીં કરતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button