આઇસીએસઇ અને આઇએસસી બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર
મુંબઈ: વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ રાહ જોનારી બાબત એટલે કે બોર્ડ પરીક્ષાના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. દેશના કાઉન્સીલ ફોર ઇન્ડિયન સ્કૂલ સેર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આઇસીએસઇ અને આઇએસસીના દસમાં અને બારમાં ધોરણ માટે ટાઈમટેબલની જાહેરાત કરી છે. જેમાં ૨૦૨૪ના ફેબ્રુઆરી ૧૨ થી એપ્રિલ ત્રણ સુધી આઇએસસીની પરીક્ષાઓ યોજવામાં આવશે અને ફેબ્રુઆરી ૨૧ થી માર્ચ ૨૮ સુધી આઇસીએસઇ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.
સીઆઇએસસીઇએ આપેલી માહિતી મુજબ આ પરીક્ષાઓનું પરિણામ મે મહિનામાં જાહેર થાય એવી શકયતા છે. આ બોર્ડ પરીક્ષાઓ સવારે અગિયાર વાગ્યે શરૂ થશે જેમાં ૧૦.૪૫ મિનિટે વિદ્યાર્થીઓને પ્રશ્ર્ન પત્રિકા આપવામાં આવશે જેથી તેઓને પંદર મિનિટ જેટલો સમય પ્રશ્ર્ન પત્રિકાને વાંચવા માટે મળશે. દરેક વિદ્યાર્થીએ પાંચ મિનિટ પહેલા પોતાની સીટ પર બેસી જવાની સૂચના પણ આપવામાં આવી હતી.