MSRTCના ચેરમેન તરીકે આઇએએસ અધિકારી સંજય સેઠીની નિમણૂક | મુંબઈ સમાચાર

MSRTCના ચેરમેન તરીકે આઇએએસ અધિકારી સંજય સેઠીની નિમણૂક

મુંબઈ: પરંપરાથી વિમુખ થઈને, મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સંચાલિત બસ સેવા એમએસઆરટીસી ના ચેરમેન તરીકે જનપ્રતિનિધિને બદલે આઇએએસ અધિકારીની નિમણૂક કરી છે. બુધવારે એક ગેઝેટ નોટિફિકેશનમાં, પરિવહન સચિવ સંજય સેઠી, જે વધારાના મુખ્ય સચિવ કક્ષાના અધિકારી છે, તેમનું મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના નવા અધ્યક્ષ તરીકે નામ આપવામાં આવ્યું છે.

IAS officer Sanjay Sethi appointed as MSRTC chairman

આ નિર્ણય વિવાદ ઉભો કરી શકે છે કારણ કે છેલ્લા એક દાયકામાં, પરિવહન મંત્રી અથવા અન્ય કોઈ જનપ્રતિનિધિ આ પદ સંભાળી ચૂક્યા છે. અગાઉના અધ્યક્ષ ભરત ગોગાવલે હતા, જે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના ધારાસભ્ય હતા. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની નવી મહારાષ્ટ્ર સરકારમાં સમાવેશ થયા બાદ ગોગાવલેએ રાજીનામું આપી દેતાં ચેરમેનનું પદ ખાલી પડ્યું હતું.

આ પણ વાંચો : 2 હજાર કરોડનું એસટી કૌભાંડ

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે, મુખ્ય પ્રધાન ફડણવીસને પત્ર લખીને તાત્કાલિક નવા ચેરમેનની નિમણૂક કરવાની વિનંતી કરી હતી. એમએસઆરટીસી લગભગ ૧૪,૦૦૦ બસોનો કાફલો ચલાવે છે, દરરોજ લગભગ ૫૫ લાખ મુસાફરોને સેવા આપે છે, અને લગભગ ૯૦,૦૦૦ કર્મચારીઓનો સ્ટાફ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button