લાડકી બહેન યોજના: લાભાર્થીના પૈસા પતિએ દારૂમાં ઉડાવતા ગુનો નોંધાયો

મુંબઈઃ રાજ્ય સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઇ. મહાયુતિના ત્રણેય પક્ષો હાલ સંતુષ્ટ છે કે તેમની લાડકી બહેનોના કારણે રાજ્યમાં બહુમતી સાથે ગઠબંધન સરકાર સ્થાપિત થઇ. જોકે હવે લાડકી બહેન યોજનાની ચકાસણી શરૂ કરવામાં આવી છે અને જેમની પાસે કાર હોય એવા પરિવારોની મહિલાઓનાં નામ બાકાત રાખવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 9 લાખ જેટલી મહિલાઓનાં નામ બાકાત કરી દેવામાં આવ્યાં છે.
એક તરફ મહિલાઓને સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી, તો બીજી બાજુ લાડકી બહેનના દારૂડિયા પતિઓ આ યોજનામાંથી મહિલાઓને મળતા પૈસાની માગ કરી રહ્યા છે. સોલાપુરના માધા ખાતે આવો કિસ્સો જાણવા મળ્યો હતો. આ અંગે પોલીસે કેસ પણ નોંધ્યો છે.
આ પણ વાંચો…પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજનનો સમારોહ: પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ
ખાસ કરીને નોંધનીય બાબત એ છે કે માધા તાલુકામાં બનેલી આઘાતજનક ઘટનામાં પત્નીએ પતિ પાસેથી જવાબ માગતાં પતિએ કોયતાથી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના માધા તાલુકાના લોની ગામમાં બની હતી અને પતિ અને તેમના પરિવારજનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાની પત્નીની ફરિયાદના આધારે કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.