આમચી મુંબઈ
આજે મુંબઈ-પુણે હાઈવે પર કલાકનો બ્લૉક
મુંબઈ: ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) પ્રણાલીના કામ માટે પુણે-મુંબઈ હાઈવે પર ગુરુવારે ફરી સ્પેશિયલ બ્લૉક રાખવામાં આવ્યો છે. મુંબઈ તરફની લેન પર બપોરે ૧૨થી એક વાગ્યા વચ્ચે બ્લૉક હશે. અમૃતાંજન પુલનું સમારકામ હાથ ધરાવાનું હોવાથી આ બ્લૉક રાખવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ બ્લૉકને કારણે મુંબઈ તરફની લેન પર વાહનવ્યવહાર પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. પરિણામે વાહનચાલકોએ આ સમયગાળા દરમિયાન હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળવાની વિનંતી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. બપોરે એક વાગ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવશે.