આમચી મુંબઈ

એટલે સેક્સ માટે સંમતિ નથીઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

મુંબઈ: પીડિતાએ સેક્સ માટે સંમતિ આપી હતી તેવી ટિપ્પણી કરીને ટ્રાયલ કોર્ટે ભૂલ કરી છે એમ જણાવી ન્યાયમૂર્તિ ભરત દેશપાંડેએ ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો.

ગોવા ખાતે બોમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં અદાલતનું નિરીક્ષણ હતું કે એક છોકરી બુકિંગ કરાવીને કોઈ પુરુષ સાથે હોટેલના રૂમમાં પ્રવેશે છે એનો અર્થ જાતીય સંભોગ માટે તેની સંમતિ છે એવો નથી થતો.

લાઇવ લો નામની વેબસાઈટના અહેવાલ મુજબ ન્યાયમૂર્તિ ભરત દેશપાંડેની ખંડપીઠે મડગાંવ ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા માર્ચ 2021ના આદેશને ફગાવી દીધો હતો. એ આદેશમાં એક પુરુષને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ટ્રાયલ કોર્ટે ટિપ્પણી કરી હતી કે યુવતી હોટલ રૂમના બુકિંગ વિશે જાણતી હતી. એનો અર્થ એ થયો કે રૂમમાં થયેલી જાતીય પ્રવૃત્તિમાં સામેલ થવા માટે પણ તેણે સંમતિ આપી દીધી હતી. એટલે એ પુરુષ – ગુલશેર અહમદ – પર બળાત્કારનો આરોપ નથી મૂકી શકાતો એમ અદાલતે જણાવ્યું હતું.

આ પણ વાંચો :કોઈપણ પોલીસ સ્ટેશનના પરિસરમાં મંદિર નહીં બની શકે! હાઈકોર્ટેનો નિર્ણય

જોકે, બોમ્બે હાઈ કોર્ટે ત્રીજી સપ્ટેમ્બરે આપેલા આદેશમાં નિરીક્ષણ કર્યું હતું કે ટ્રાયલ કોર્ટના ન્યાયમૂર્તિએ આવી ટિપ્પણી કરીને ભૂલ કરી છે.

આ ચુકાદો તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ દેશપાંડેએ અવલોકન કર્યું હતું કે પીડિતાએ ઓરડામાંથી બહાર નીકળ્યા પછી તરત જ જે પગલાં લીધાં હતાં તે ખૂબ જ મહત્ત્વનાં છે, કારણ કે તે સૂચવે છે કે તેણે કોઈ જાતીય કૃત્ય માટે સંમતિ આપી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button