આમચી મુંબઈ

મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનારે હોસ્પિટલમાં ઓર એક પોલીસની મારપીટ કરી

થાણે: થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ પર શસ્ત્રથી હુમલો કરનારા 42 વર્ષના આરોપીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ત્યાં પણ અન્ય પોલીસ કર્મચારીની મારપીટ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્હાસનગર ખાતેની સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર લેતી વખતે આરોપી બાબાસાહેબ સોનાવણેએ સોમવારે ગાર્ડની ડ્યૂટી પર રહેલા પોલીસ કર્મચારીની મારપીટ કરી હતી.

સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શંકર અવતાડેએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારી સોમવારે ડિસ્ચાર્જ પેપર તૈયાર કરી રહ્યો હતો ત્યારે સોનાવણે તેની પાસે આવ્યો હતો અને તેની મારપીટ કર્યા બાદ તેને પૂછ્યું હતું કે શું તું મારું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરી રહ્યો છે?

સોનાવણે વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Thane: થાણેમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા ૨૦ ટૂ- વ્હીલરને નુકસાન

સોનાવણે 26 સપ્ટેમ્બરે વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને તેણે મહિલા કોન્સ્ટેબલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. સોનાવણેએ એ અગાઉ પોતાને પણ ઇજા પહોંચાડી હતી. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

સોનાવણેએ 28 સપ્ટેમ્બરે તેની બાજુના બેડ પરના 28 વર્ષના દર્દી પર લોખંડનું સ્ટૂલ ફેંક્યું હતું, જેમાં તેના કપાળ, જડબા અને નાક પર ઇજા થઇ હતી અને તેના બે દાંત પણ તૂટી ગયા હતા. આરોપીને હવે જેલમાં ખસેડાયો હોવાનું ઇન્સ્પેક્ટર અવતાડેએ કહ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત