મુંબઈના રેલવે ટ્રેક પર જોવા મળ્યું ભયાનક દ્રશ્ય, વીડિયો થયો વાઇરલ
મુંબઈ: મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનના દરેક સમાચાર મહત્ત્વના હોય છે. તાજેતરમાં મુંબઈમાં પશ્ચિમ રેલવેના માહિમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ટ્રેકની બાજુએ લોકો બેસીની લોકો જમવાનું બનાવતા અને આરામ કરતાં જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કરી આ ઘટના તરફ રેલવે પ્રશાસનનું ધ્યાન દોર્યું છે. રેલવે વિસ્તારમાં ચાલતી આવી બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિમ સ્ટેશનના પરિસરનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ ટ્રેન ટ્રેકના વચ્ચે બેસીને જમવાનું બનાવી રહી છે, અને તેમની સાથે નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે. આ વીડિયો પર લોકો આક્રોશ વ્યક્ત કરી જુદી જુદી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
રેલવેના વિસ્તારમાં અતિક્રમણ ભારતીય રેલવે માટે સૌથી મોટી સમસ્યા બની છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયો પર મધ્ય રેલવેના મેનેજરે પણ પ્રતિક્રિયા આપી હતી અને આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવાની વાત પણ તેમણે કહી હતી.
આ વીડિયોમાં મુંબઈ રેલવેના એકાઉન્ટને પણ ટેગ કરી પ્રશાસનનું ધ્યાન આ તરફ દોરવામાં આવ્યું છે. આ વીડિયો પર મધ્ય રેલવેના ડીઆરએમએ પણ પ્રતિક્રિયા આપી હતી. તમને કહ્યું કે આ બહત ખૂબજ ગંભીર છે. આ વિસ્તારની રેલવે સુરક્ષા ફોર્સને કાર્યવાહી કરવામાં માટે આદેશ આપવામાં આવ્યો છે, એવું પણ તેમણે કહ્યું હતું.