હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ના સ્માર્ટ મુલાકાતીઓને થાણે શહેરને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો મોકો
વીઆર કંપનીએ એક્સ્પોના મુલાકાતીઓ માટે વર્ચ્યુઅલ રિયાલિટીમાં વિશિષ્ટ ચોપર રાઈડ ઓફર કરીને આકર્ષણ જમાવ્યું
થાણે: હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ના સ્માર્ટ મુલાકાતીઓને થાણે શહેરને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો મોકો મળે તે માટે આ વર્ષે એક ખાસ આયોજન થયું છે, જેમાં વીઆર કંપની વર્ચ્યુઅલ રિયાલિટીના ઇમર્સિવ ક્ષેત્ર દ્વારા ચોપર રાઇડનો અનુભવ કરાવશે. હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪માં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે જેમાં મુલાકાતીઓ થાણેના લેન્ડસ્કેપનો બર્ડ્સ આઈ વ્યુ મેળવવાની અસાધારણ તક મળશે, એમ ક્રેડાઈના પ્રમુખ જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. એમસીએચઈ થાણે આ દૃષ્ટિકોણથી મુલાકાતીઓ માટે એક અપ્રતિમ વિઝ્યુઅલ ટ્રીટ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વર્ચ્યુઅલ રિયાલિટી ઈનોવેશનની સીમાઓને આગળ ધપાવવા માટે જાણીતી વીઆર કંપનીએ થાણેને ક્યારેય કલ્પના ન કરી હોય તે રીતે પ્રદર્શિત કરવા માટે આ અનોખા સાહસની ઝીણવટપૂર્વક રચના કરી છે. અદ્યતન ટેક્નોલોજી દ્વારા, એક્સ્પોના મુલાકાતીઓ જેમણે હેલિકોપ્ટર રાઇડનો અનુભવ કર્યો હતો તેઓએ રોમાંચિત થઈને જણાવ્યું હતું કે તે શહેરના સીમાચિહ્ન અને પડોશની ઉપર ઉડવાનો અનુભવ જાણે વાસ્તવિક હોય, એટલી હદે તે અતિ-વાસ્તવિક વર્ચ્યુઅલ વાતાવરણ હતું, અને ટેકનોલોજી અને દૃશ્ય કલાત્મકતાના સીમલેસ મિશ્રણની પ્રશંસા હતી.
ક્રેડાઈ એમસીએચઆઈના હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ થાણેમાં વીઆર કંપની વર્ચ્યુઅલ ચોપર રાઈડનો અનુભવ પરંપરાગત મિલકતની શોધખોળથી આગળ વધીને વિશિષ્ટ બનાવે છે. આ નવીન પ્રદર્શન થાણેની રિયલ એસ્ટેટના આધુનિક ભવિષ્યને રજૂ કરવાની એક્સ્પોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે અને વીઆર કંપની સાથે મળીને વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની ભેદ રેખા મિટાવી દેતા આ વિશિષ્ટ અનુભવનો આનંદ લેનારા મુલાકાતીઓની સંખ્યાનો રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. એ દૃષ્ટિએ હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ થાણેમાં મુલાકાતીઓએ માટે વાઇબ્રન્ટ શહેરનો એક અવિસ્મરણીય પ્રવાસ થશે.