મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?

મનોજ જરાંગે આજે મરાઠા અનામત માટે મુંબઈના આઝાદ મેદાન ખાતે આંદોલન કરી રહ્યા છે. મુંબઈમાં વહેલી સવારથી મુંબઈના રસ્તાઓ મરાઠા સમાજના લોકો ઉતરી પડ્યા હતા અને મુંબઈના રસ્તાઓ જામ કરી કરી દીધા હતા. પરંતુ મનોજ જરાંગે મુંબઈના જે આઝાદ મેદાન ખાતે અનશન પર બેઠા છે એ આઝાદ મેદાન તેના ઈતિહાસને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ મેદાનની એવી ઓળખ છે કે અહીં રમત-ગમત ઓછી પણ આંદોલનો વધારે થાય છે, ત્યારે ચાલો એક નજર કરીએ આઝાદ મેદાનના ઈતિહાસ પર…

કઈ રીતે પડ્યું આઝાદ મેદાન નામ?

બ્રિટીશરોના જમાનામાં આ મેદાન બોમ્બે જિમખાના મેદાનના નામે ઓળખાતું હતું અને આ મેદાન પર બ્રિટીશ અધિકારીઓ હોકી, ક્રિકેટ જેવા બીજા સ્પોર્ટ્સ રમતા હતા. 25 એકરમાં ફેલાયેલા આ મેદાન પર 22 પીચ આવેલી છે. આઝાદ મેદાને મુંબઈની બદલાતી જોઈ છે અને આજે પણ તમને આ મેદાનના કોઈને કોઈ ખૂણે બ્રિટિશરોની છાપ જોવા મળશે. એટલું જ નહીં પણ આ આઝાદ મેદાને સ્વતંત્રતા સંગ્રામ પણ જોયો છે અને તેનું પ્રતિક બનવાને કારણે જ તેને આઝાદ મેદાન એવું નામ મળ્યું છે.

મહાત્મા ગાંધી સાથે છે ખાસ સંબંધ

આજે જે મેદાન પર મનોજ જરાંગે ભાષણ કરી રહ્યા છે એ જ મેદાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભાષણોનું પણ સાક્ષી રહ્યું છે. 1942ની ક્રાંતિના પ્રતિક સમાન આ મેદાનનું અનેરું ઐતિહાસિક મહત્ત્વ છે. 8મી ઓગસ્ટ, 1942ના મહાત્મા ગાંધીજીએ ગવાલિયા ટેંક મેદાન પરથી જ ભારત છોડો આંદોલનની જાહેરાત કરી હતી અને એ સમયે તેમણે કરો યા મરોનો નારો આપ્યો હતો.

પહેલી ટેસ્ટ મેચ યોજાઈ હતી આ મેદાન પર

આઝાદ મેદાનની સામે જ બોમ્બે જિમખાના આવેલું છે અને ડિસેમ્બર, 1933માં ભારતની પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરવાનું માન પણ મળ્યું છે. એ સમયે ટીમના કેપ્ટન સીકે નાયડુ હતા. આ સિવાય આઝાદ મેદાનમાં 1987માં હેરિસ શિલ્ડ સ્કુલ મેચનું આયોજન કરવામાં આવ્યું તે સમયે સચિન તેંડુલકર અને વિનોદ કાંબળીએ 664 રનની પાર્ટનરશિપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

પહેલો શપથવિધિ સમારોહ યોજાયો હતો અહીં…

આઝાદ મેદાન પર આંદોલન અને ક્રિકેટ મેચ સિવાય શપથવિધિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પહેલી વખત આઝાદ મેદાન પર 2004માં કોંગ્રેસના દિવંગત નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે આઝાદ મેદાન પર બીજી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા અને 2024માં મહાયુતિ સરકારના શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો:  શક્ય હોય તો દક્ષિણ મુંબઈ તરફ જવાનું ટાળજોઃ મુંબઈ પોલીસે કરી અપીલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button