લોકસભામાં રવિન્દ્ર વાયકરની જીતને રદ કરવાની અમોલ કીર્તિકરની અરજી હાઇ કોર્ટે ફગાવી

મુંબઈ: લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરના થયેલા વિજયને પડકારતી શિવસેના-યુબીટીના નેતા અમોલ કીર્તિકર દ્વારા કરાયેલી અરજીને બૉમ્બે હાઇ કોર્ટે આજે ફગાવી દીધી હતી.
કીર્તિકરે પોતાની અરજીમાં માગણી કરી હતી કે હાઇ કોર્ટ દ્વારા વાયકરની મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતક્ષેત્ર તરફથી લડાયેલી ચૂંટણીને રદ કરીને અને પોતાને યોગ્ય રીતે ચૂંટાયેલા ઉમેદવાર જાહેર કરવાની માગણી કરી હતી. તેમ છતાં કોર્ટે કીર્તિકરની અરજીને ફગાવી દીધી હતી.
મતગણતરીમાં ગોટાળો કરાયો હોવાને કારણે ફરી મતગણતરી કરાવવા માટેની અરજી કરાઇ હતી, એમ શિવસેના-યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા કીર્તિકરે જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં અમોલ કીર્તિકરની એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકર સામે ફક્ત ૪૮ મતથી હાર થઇ હતી. તેને રદબાતલ જાહેર કરવામાં આવે.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
કીર્તિકરે દાવો કર્યો હતો કે મતગણતરી માટે ફરજ પર મૂકાયેલા ચૂંટણી અધિકારીઓ તરફથી સ્પષ્ટ અને ગંભીર ભૂલો કરાઇ હતી જેને કારણે ચૂંટણીના પરિણામ બરાબર આવ્યા નહોતા. આ સિવાય તેમણે સુનાવણી દરમિયાન મતગણતરી વખતના વીડિયો રેકોર્ડિંગ પણ કોર્ટમાં રજૂ કરવાની માગણી કરી હતી.
(પીટીઆઇ)