આમચી મુંબઈ

ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓના ખોટા અર્થઘટન’ના કારણે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની મત ગણતરી મુલતવી રાખી: બાવનકુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓનું ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું હોવાથી બોમ્બે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી 21 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.

રાજ્યના મહેસૂલ પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના આવા પગલાંએ જ કોર્ટને ‘આવો નિર્ણય લેવા માટે પ્રેરિત’ કર્યા હતા અને ઉમેર્યું હતું કે તેમણે ચૂંટણીમાં વિલંબ કરવા સામે ચૂંટણી સંસ્થાને વારંવાર ચેતવણી આપી હતી.

આપણ વાચો: મુંઢવા જમીન સોદો રદ કરવામાં આવશે, 42 કરોડ રૂપિયાની નોટિસનું કારણ તપાસવામાં આવશે: બાવનકુળે

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે રાજ્યમાં તમામ નગર નિગમોની ચૂંટણીઓની મતગણતરી 21 ડિસેમ્બરે કરવાનો નિર્દેશ આપ્યો હતો તેના થોડા કલાકો પછી બાવનકુળે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચે અગાઉ મંગળવારની ચૂંટણી માટે ત્રીજી ડિસેમ્બરે મતગણતરી રાખી હતી.

‘હું કહી રહ્યો છું કે રાજ્ય નિગમ કાયદાઓનું ખોટું અર્થઘટન કરી રહ્યું છે અને કોઈપણ આધાર વિના ચૂંટણી મુલતવી રાખી રહ્યું છે. રાજ્યના કોઈપણ ભાગમાંથી ચૂંટણી મુલતવી રાખવાની કોઈ માગણી કરવામાં આવી નહોતી અને તેમ છતાં, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વિલંબ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે હાઈકોર્ટનો હસ્તક્ષેપ આવ્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાચો: મતદાર યાદીમાં ડબલ રજિસ્ટ્રેશની સમસ્યા છેલ્લા 25 વર્ષથી છે: બાવનકુળે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય નિગમના ઇતિહાસમાં પહેલીવાર’ ચૂંટણીઓ અથવા મતગણતરી પર આ રીતે રોક લગાવવામાં આવી હતી. ‘આવા નિર્ણયો અસ્વીકાર્ય છે. વિવિધ પક્ષોના નેતાઓ રોષે ભરાયા છે,’ એમ જણાવતાં બાવનકુળેએ કહ્યું, તેમણે દાવો કર્યો કે ચૂંટણીપંચ કોઈપણ સર્વપક્ષી બેઠક યોજવામાં નિષ્ફળ ગયું છે અને મતદારો માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે.

ભાજપ નેતાએ કહ્યું કે તેમણે ચૂંટણીપંચ સાથે ઘણી વખત વ્યક્તિગત રીતે ચિંતા વ્યક્ત કરી હતી. મેં આ મુદ્દાઓ પર સાતથી આઠ વખત ચર્ચા કરી હતી અને તેમને પત્ર પણ લખ્યો હતો, પરંતુ કંઈ સ્વીકારવામાં આવ્યું ન હતું. અમે ચૂંટણીપંચને બતાવ્યું કે તે કાયદાઓનું ખોટું અર્થઘટન કેવી રીતે કરી રહ્યું છે, છતાં બધું ખોટી રીતે લેવામાં આવ્યું હતું,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી સમયપત્રકના સંચાલનની પણ ટીકા કરી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button