આમચી મુંબઈ

માટીની મૂર્તિ આગામી પેઢી માટે લાભદાયક: હાઇ કોર્ટ

પીઓપીની ગણેશજીની મૂર્તિ પર પ્રતિબંધ સંબંધી આગામી સુનાવણી પાંચમી મેએ


મુંબઈ: પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ હોઇ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં પીઓપીની મૂર્તિ બનાવવાની મનાઇ કરવામાં આવી છે. તેના વિરોધમાં મૂર્તિકાર સંગઠન તરફથી કરાયેલી અરજીની હાઇ કોર્ટે નોંધ લઇ પીઓપીના બદલે અન્ય પર્યાય પસંદ કરો. આગામી પેઢીને તેનાથી ફાયદો થશે, એવો મત હાઇ કોર્ટે વ્યક્ત કર્યો હતો. હાઇ કોર્ટે આ બાબતની સુનાવણી પાંચમી મે સુધી મુલતવી રાખી છે.

આ પણ વાંચો: શું ગણેશોત્સવ દરમિયાન પીઓપી મૂર્તિઓનો ઉપયોગ કરી શકાશે? પંકજા મુંડેએ આપ્યો શું જવાબ

કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તરફથી પીઓપી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે મૂર્તિકારોના વ્યવસાય પર આડઅસર થઇ છે. તેથી હાઇ કોર્ટમાં મૂર્તિકાર સંગઠનો તરફથી અરજી કરવામાં આવી છે. ગણેશોત્સવના ૯૦ અથવા ૧૨૦ દિવસ પહેલા મૂર્તિ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. આ વર્ષે ઓગસ્ટમાં ગણેશોત્સવ છે. પીઓપી પરનો પ્રતિબંધ કાયમ રહેશે તો અન્ય પર્યાય દ્વારા મૂર્તિ બનાવવામાં આવશે. તેથી ઝડપી સુનાવણી હાથ ધરવામાં આવે એવી માગણી અરજીમાં કરાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button