ગિરગામ ચોપાટી પર મોટા વિસ્તારમાં ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ માટે હાઇ કોર્ટની પરવાનગી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગિરગામ ચોપાટી પર મોટા વિસ્તારમાં ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ માટે હાઇ કોર્ટની પરવાનગી

મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ શ્યામ સી. ચાંડકની બેન્ચ દ્વારા મંગળવારે જાહેર ટ્રસ્ટ, પ્રભુ યેશુ જન્મોત્સવને ગિરગામ ચોપાટી ખાતે અગાઉ અનુમતિ આપવામાં આવેલ વિસ્તાર કરતા મોટા વિસ્તારમાં વાર્ષિક ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ યોજવાની મંજૂરી આપી હતી. કોર્ટે સંસ્થાને ૧૫,૦૦૦ ચોરસ મીટર પર ફેસ્ટિવલ યોજવાની મંજૂરી આપી છે, જ્યારે અગાઉના વર્ષોમાં પસાર કરાયેલા આદેશોને અનુરૂપ, ઇવેન્ટ માટે ૪,૧૮૦ ચોરસ મીટરની પરવાનગી આપવામાં આવી હતી.

૨૦૨૨માં, આ કોર્ટની બેન્ચે સમાન અરજીમાં ટ્રસ્ટને મોટા વિસ્તારમાં ઇવેન્ટ યોજવાની મંજૂરી આપી હતી. સમાન આદેશો ૨૦૧૮ અને ૨૦૧૯ માં પણ પસાર કરવામાં આવ્યા હતા. આ હકીકતના પ્રકાશમાં, અદાલતને તેના અગાઉના આદેશોમાં ફેરફાર કરવાની કોઈ જરૂર જણાતી નથી.

આ વર્ષની ઇવેન્ટ આ રવિવારે, ૧૦ ડિસેમ્બરે યોજાવાની હોવાથી, મોટા વિસ્તારને મંજૂરી આપતો વચગાળાનો આદેશ જારી કરવો આવશ્યક હોવાની ટ્રસ્ટના વકીલો દ્વારા વિનંતી કરતા હોઈ કોર્ટે પરવાનગી આપી હતી. આ મુદ્દે, ટ્રસ્ટે ખાતરી આપી હતી કે તે નિયત તારીખ પહેલા જરૂરી પરવાનગીઓ મેળવી લેશે. આમાં કલેક્ટર, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, બીએમસી વગેરેની પરવાનગીઓનો સમાવેશ થાય છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button