ખાડાને કારણે થનારા એક્સિડન્ટની તપાસ કરવા સમિતિની સ્થાપનાહાઈ કોર્ટના નિર્દેશ મુજબ થાણે પાલિકાએ સમિતિ બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરના રસ્તા, ખાડા, ખુલ્લા મેનહોલ અથવા રસ્તાની દેખરેખમાં રહેલી ત્રુટીને કારણે નાગરિકના મૃત્યુ થાય અથવા જખમી થાય તો સંબંધિત નાગરિક અથવા તેના સગાસંબંધીએ થાણે મહાનગરપાલિકા વિસ્તાર માટે સ્થાપવામાં આવેલી સમિતિ સમક્ષ પોતાની ફરિયાદ નોંધવાની અપીલ મંગળવારે થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે કરી છે.
રસ્તા પરના ખાડા, ખુલ્લી ગટર તેમ જ રસ્તાની દેખરેખમાં રહેલી ત્રુટીને કારણે થયેલાં મૃત્યુ અથવા જખમી થયેલા અકસ્માત પીડિતો માટે વળતર નિશ્ર્ચિત કરીને તેમના સુધી પહોંચાડવા માટે વિશેષ સમિતિની સ્થાપના કરવાનો નિર્દેશ હાઈ કોર્ટે ૨૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ આપ્યો હતો. તે આદેશ મુજબ થાણે મહાનગરપાલિકા વિસ્તાર માટે પાલિકા કમિશનર, થાણેના અધ્યક્ષ તરીકે અને થાણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરીની સમિતીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિની મંગળવારે બેઠક પાર પડી હતી.
થાણે શહેરના રસ્તા, ખાડા, ખુલ્લા મેનહોલ અથવા રસ્તાની દેખરેખમાં રહેલી ત્રુટીને કારણે નાગરિકના મૃત્યુ થાય અથવા જખમી થાય તો સંબંધિત નાગરિક અથવા તેના સગાસંબંધીએ થાણે મહાનગરપાલિકા વિસ્તાર માટે સ્થાપવામાં આવેલી સમિતિ સમક્ષ પોતાની ફરિયાદ નોંધવાની અપીલ મંગળવારે થયેલી બેઠકમાં કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં સમિતિની દસ્તાવેજોની તપાસ કરીને પોલીસ થાણેમાં નોંધ થયેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ કરીને જો એક્સિડન્ટનું કારણ રસ્તા પરના ખાડા અથ્ાવા ખુલ્લા મેનહોલ હોય તો તો પીડિત અથવા મૃત્યુ પામેલ નાગરિકના સંબંધીની તપાસ કરીને નિયમ મુજબ આવશ્યક વળતર પાલિકા મારફત આપવા બાબતે કાર્યવાહી કરવામાં આવવાની છે. તેમ જ એક્સિડન્ટ થયા બાદ ફરિયાદીને ૪૮ કલાકમાં સમિતિ સમક્ષ ફરિયાદ નોંધાવાની રહેશે.
રસ્તા પરના ખાડાને કારણે થયેલા એક્સિડન્ટની સમિતિ મારફત તપાસ કરતા સમયે રસ્તાની માલિકી કોની છે અને સંબંધિત રસ્તો પાલિકાના કબજામાં છે કે નહીં તેમ જ એક્સિડન્ટ થયો તે ઠેકાણે થયેલી ઘટનાની સંબંધિત પોલીસ સ્ટેશને પંચનામું કર્યું કે નહીં તે બાબતની પણ પૂરી તપાસ કરવામાં આવશે. અનેક વખત વાહનોની ટક્કર થયા બાદ અથવા વાહનની અડફેટમાં આવ્યા બાદ પણ એક્સિડન્ટ થતા હોય છે. તેથી આવા એક્સિડન્ટને બાકાત રાખીને ફક્ત ખાડાને કારણે થયેલા એક્સિડન્ટ અને ખુલ્લા મેનહોલથી થયેલા એક્સિડન્ટની તપાસ આ સમિતિ મારફત કરવામાં આવશે એવું થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે કહ્યું હતું.
આપણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા માટે શિંદેએ માગી ૧૨૫ બેઠક: ભાજપ-શિંદે સેનામાં બેઠકની વહેંચણીને મુદ્દે નારાજગી



