આમચી મુંબઈ

દારૂબંધીના પ્રતિબંધ અંગે હાઈ કોર્ટે કરી મોટી સ્પષ્ટતા, જાણો શું કહ્યું કોર્ટે?

મુંબઈઃ દારૂના વેચાણ પરનો પ્રતિબંધ મતદાનના સમય અને મતવિસ્તાર પૂરતો મર્યાદિત છે. ઉપરાંત, રાયગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા આદેશમાં આ અંગે સુધારો કરવામાં આવ્યો છે, એમ હાઈ કોર્ટે તાજેતરમાં હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.

કેસની વિગત મુજબ મવાળ લોકસભા મતવિસ્તારમાં પનવેલ, કર્જત અને ઉરણ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે જ્યારે રાયગઢ લોકસભા મતવિસ્તારમાં પેણ, અલીબાગ, શ્રીવર્ધન અને મહાડ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે.


પરંતુ, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમને બાયપાસ કરીને રાયગઢના જિલ્લા કલેક્ટરે મતદાનના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.


જિલ્લા કલેક્ટરના આ આદેશને પડકારતી નવી મુંબઈ હોટલ ઓનર્સ એસોસિએશનની અરજીનો નિર્ણય કરતી વખતે બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. રાયગઢ જિલ્લામાં બે લોકસભા મતવિસ્તાર છે અને બંને માટે અનુક્રમે ૭ અને ૧૩ મેના રોજ મતદાન યોજાશે.


જસ્ટિસ એસ. ચંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે ખુલાસો કર્યો હતો કે બંને મતવિસ્તારોમાં અલગ-અલગ દિવસે મતદાન થશે, તેથી કલેક્ટર આ શરત સમગ્ર જિલ્લા માટે લાગુ કરી શકે નહીં. કાયદો મતદાનના ૪૮ કલાક પહેલા અને મતદાનના અંત સુધી બંને મતવિસ્તારોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે.


લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૪૨ મુજબ, જિલ્લા કલેક્ટરને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે અને તેમાં અરજદારો દખલ કરી શકે નહીં, એવો સરકારી વકીલે વિરોધ કર્યો હતો. પરંતુ લોકસભા સુંટણીના ઉપલક્ષમાં જિલ્લા કલેક્ટરને આદેશ આપવાની મર્યાદા છે. કોર્ટે ઔરંગાબાદ બેંચના આદેશ તરફ પણ ધ્યાન દોર્યું હતું કે દારૂના વેચાણ પરનો પ્રતિબંધ માત્ર મતદાનના સમયગાળા સુધી મર્યાદિત છે અને તે પછી તેને લાગુ કરી શકાશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button