આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભૂજબળની વધુ એક મુશ્કેલી: નાશિકની ઉમેદવારી જાહેર થાય તે પહેલાં સાંસદે પ્રચાર ચાલુ કરી દીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નાશિકની લોકસભા બેઠક પરથી એનસીપી (અજીત પવાર જૂથ) લડશે એવી ચર્ચા ચાલી રહી છે અને અહીંથી છગન ભુજબળ ચૂંટણી લડશે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ભુજબળનું નામ જાહેર થાય તે પહેલાં જ વર્તમાન સંસદસભ્ય હેમંત ગોડસેએ પોતાનો પ્રચાર ચાલુ કરી દેતાં ભુજબળ અને મહાયુતીમાં નવી મુશ્કેલી ઉભી થઈ છે.


આ પણ વાંચો:
ભૂજબળની મુશ્કેલી વધી: મુંબઈ હાઈ કોર્ટે આપી નોટિસ, મહારાષ્ટ્ર સદનમાં મળેલી ક્લિન ચીટ પર સુનાવણી

નાશિકમાં મહાવિકાસ આઘાડી તરફથી રાજાભાઉ વાઝેને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે મહાયુતીના સંસદસભ્ય હેમંત ગોડસેને અહીંથી ફરી ઉમેદવારી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ છગન ભુજબળની એન્ટ્રી થઈ હોવાથી ગોડસેની ઉમેદવારી સંકટમાં આવી પડી છે.

આ બધાની વચ્ચે ગોડસેના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. ગોડસે દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રચાર પત્રક પર ઈચ્છુક ઉમેદવાર હેમંત ગોડસે એવું લખ્યું છે. મહત્ત્વની વસ્તુ એ છે કે તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના પણ ફોટા છાપવામાં આવ્યા છે.

હેમંત ગોડસેએ પ્રચાર ચાલુ કરી દીધો હોવાથી મહાયુતીના ઘટક પક્ષો ભાજપ અને એનસીપીના ટેન્શનમાં વધારો થોય છે.


આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારી મળવા પહેલાં જ છગન ભૂજબળની સમસ્યા વધી

છગન ભુજબળ સમક્ષ જ્યારે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તેમણે મુંબઈ સમાચારને કહ્યું હતું કે હેમંત ગોડસે દ્વારા પ્રચારનું જે સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે તેનો ફાયદો અમને જ થવાનો છે.

નાશિક લોકસભા મતદારસંઘ પહેલેથી જ મહાયુતીમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે. પહેલાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયો અને હવે મહાયુતીના વર્તમાન સંસદસભ્યની બેઠક પર અનપેક્ષિત ભુજબળની એન્ટ્રી. આ છતાં ગોડસે બેઠક છોડવા તૈયાર ન હોવાનું જોવા મળી રહ્યું છે. હવે નાશિકની બેઠકની મડાગાંઠ કેવી રીતે ઉકેલાય છે તે જોવાનું રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button