મતદાન કરવા પહોંચેલા હેમા માલિની પર આ કોણે ગુસ્સો કર્યો? વીડિયો થયો વાઈરલ…

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં સામાન્ય મુંબઈગરાની સાથે સાથે સેલેબ્રિટીઝ, રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેન પણ મતદાન કરવામાં આગળ આવી રહ્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિનીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા હતા અને એટલામાં જ એક મતદાતાએ તેમને ઘેરી લીધા હતા. હેમા માલિની પણ જરાય ઉશ્કેરાયા વિના શાંતિથી ફરિયાદી વાત સાંભળી લીધી હતી. આવો જોઈએ શું છે મામલો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે વોટિંગ બૂથની બહાર હેમા માલિની પર એક વ્યક્તિ ગુસ્સે કરતો જોવા મળી રહી છે. ગુસ્સે ભરાયેલી વ્યક્તિએ પ્રશાસન પર ગેર જવાબદારીનો આક્ષેપ કર્યો હતો. હેમા માલિની મતદાન બાદ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એ વ્યક્તિએ હેમા માલિની પર ગુસ્સો કરતાં જણાવ્યું હતું હું 60 વર્ષનો છું. સવારે સાડાસાત વાગ્યાથી અહીં ઊભો છું. 9.30 વાગી ગયા છે અને અત્યારે મતદાન કરવા મળ્યું છે. કોઈ નથી જે અમારી વાત સાંભળે કે સમજે એવું. ભાજપની પણ કોઈ વ્યક્તિ અહીં હાજર નથી.
હેમા માલિની સીનિયર સિટીઝનને આ રીતે ગુસ્સો કરતાં જોઈને પહેલાં તો થોડા પાછળ હઠી જાય છે અને ત્યાર બાદ મામલાને શાંત કરવા માટે પોતાની ટીમમાંથી કોઈને આગળ કરે છે. આ જોઈને વૃદ્ધ હજી વધારે ભડકી જાય છે અને હેમા માલિની પાસેથી જવાબ માંગતા કહે છે કે સેલિબ્રિટી તો આવે છે, વોટ નાખીને જતાં રહે છે, અમારા જેવા આમ આદમી અહીં લાઈનમાં ઊભા રહે છે. આ ખોટું છે.
આખરે મુંબઈ પોલીસે દરમિયાનગિરી કરીને આખો મામલો થાળે પાડ્યો હતો અને હેમા માલિનીએ મીડિયા સાથે વાત કરતાં ભાજપે જિતવું જ જોઈએ, તે જ અહીં સારું કામ કરશે અને આટલું કહીને હેમા માલિની ત્યાંથી રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર હેમા માલિનીનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
નેટિઝન્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે હેમા માલિનીએ વૃદ્ધને થોડી સાંત્વના આપવી જોઈતી હતી. તેઓ સવારથી ત્યાં ઊભા હતા. આવી સ્થિતિમાં કોઈને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. જોકે, કેટલાક ફેન્સ હેમા માલિનીના બચાવમાં ઉતરી આવ્યા હતા અને કહ્યું હતું કે આવી સ્થિતિમાં શાંત રહેવું જ સારું છે. એક્ટ્રેસે કંઈ નહીં કહ્યું એ સારું કર્યું.
મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 પાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે. મુંબઈગરાની સાથે સાથે સેલેબ્સ પણ મતદાન કરવા આગળ આવી રહ્યા છે અને તેઓ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ઘરની બહાર નીકળીને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.



