આમચી મુંબઈટોપ ન્યૂઝ

સાવધાન મુંબઈ! આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા, મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી

મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy Rain in Mumbai)ને મુંબઈકરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. મુંબઈ ઉપરાંત પુણેમાં પણ વરસાદને કારણે હાલત ખરાબ છે. એવામાં હવામાન વિભાગે મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે, મુંબઈ પોલીસે x પર એક પોસ્ટમાં જણાવ્યું કે “IMDએ આવતીકાલે સવારે 8.30 વાગ્યા સુધી મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમામ મુંબઈકરોને ઘરની અંદર રહેવા વિનંતી. સુરક્ષિત રહો”

મુંબઈ પોલીસે શુક્રવારે ભારે વરસાદ માટે સમગ્ર શહેરમાં ચેતવણી જાહેર કરી હતી, ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરુવારે મોડી સાંજે જણાવ્યું હતું કે મુંબઈમાં હવામાન અને વરસાદ સામાન્ય છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું હતું કે વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો શુક્રવારે રાબેતા મુજબ ચાલુ રહેશે.ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને આજે થાણેમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

વરસાદ અને સંબંધિત ઘટનાઓને કારણે પૂણેમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણના મોત વીજ કરંટને કારણે થયા. થાણેના બારવી ડેમમાં બે લોકો ડૂબી જતા મોતને ભેટ્યા. લોનાવલામાં વરસાદને કારણે પૂર આવતા 30 પ્રવાસીઓ અટવાયા છે અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું.

મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે ગુરુવારે લગભગ 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને 10 ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Also Read

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button