Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા
મુંબઈમાં ભારે વરસાદને (Heavy rain in Mumbai)કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક ડૂબી ગયા છે જેને કારણે કેટલાક રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય અને હાર્બર લાઈનો (Harbour Line) પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે રેલ ટ્રાફિક મોડો થઈ રહ્યો છે. અસરગ્રસ્ત સ્ટેશનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ છે. સાયન અને ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. પાટા ઉપર વરસાદનું પાણી ભરાઈ હતું જેથી ટ્રેનો લગભગ એક કલાક માટે રોકી દેવામાં આવી હતી, હવે પાણી થોડું ઓછું થઈ ગયું છે તેથી ટ્રેનો ફરી શરૂ થઈ રહી છે, પરંતુ સેવાઓ હજુ પણ પ્રભાવિત છે.
હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કાર્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ લોકલ સર્વિસ પર અસર:
- મધ્ય રેલવે પર કર્જત-ખોપોલી, કસારાથી સીએસએમટી લોકલ માત્ર થાણે સુધી જ ચાલે છે અને તેને આગળ રદ કરવામાં આવી છે.
- ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે.
- કુર્લા-માનખુર્દ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી જમા થવાને કારણે હાર્બર રૂટ પરની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
- વડાલામાં પાણી ભરાવાને કારણે ગોરેગાંવ-સીએસએમટી લોકલને આગલી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
Also Read –