Heavy Rain in Maharashtra Today and Tomorrow

સાવધાન! મહારાષ્ટ્રમાં બે દિવસ મૂશળધાર વરસાદની આગાહી: કોકણ, ગોવા અને વિદર્ભમાં આજે ઓરેન્જ એલર્ટ

નાગપુર: ભારતીય હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આજે અને આવતી કાલે મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઇ અને પુણેમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત વિદર્ભમાં પણ વરસાદે હાજરી પુરાવી છે. હવામાન ખાતા દ્વારા કોકણ, ગોવા અને વિદર્ભમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઇ કાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે જોરદાર બેટીંગ કરી છે. આ વરસાદને કારણે ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ કેટલાંક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવાઇ રહી છે. આગામી 48 કલાકમાં કોકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. તેથી આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 9 અને 10 તારીખે પણ મૂશળધાર વરસાદની આગાહી છે. તેથી આ દિવસે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મરાઠવાડા અને વિદર્ભમાં પણ આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. તેથી આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયુ છે. ઉપરાંત કોકણ, ગોવા, મુંબઇ અને પુણેમાં આજે મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત અનેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.


રાજ્યમાં આજે હવામનની ત્રણ સ્થિતી સક્રિય છે. પવનની ચક્રિય સ્થિતી ઓડિશા અને છત્તીસગઢ પર પ્રભાવી છે. ઓછા દબાણનો પટ્ટો 19 ડિગ્રી ઉત્તર તરફ તૈયાર થયો છે. ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારો પશ્ચિમી પવન તીવ્ર છે. તેથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સંબંધિત લેખો

Back to top button