આમચી મુંબઈ

Weather update: આગામી 24 કલાકમાં દેશના વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી

મુંબઇ: મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યમાં આજે મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. દેશના અને રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી હોય તો પણ કેટલાંક રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉપરાંત આવનારા 24 કલાકમાં પણ મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હલકાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વોત્તર રાજ્યમાં અતિવૃષ્ટિની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુ કશ્મીર અને રાજસ્થાન, કોકણના કિનારાના વિસ્તારો સહિત કર્ણાટકમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યાતઓ છે.

આજે 16મી ઓક્ટોબરના રોજ તામીલનાડૂ, કેરલ, પોંડીચેરી, કરાઇકલ અને માહેના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 16 થી 18 ઓક્ટોબરના સમયગાળા દરમીયાન દેશના એનક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર અને લદાખમાં કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.


કોલ્હાપૂર સહિત કોકણના કિનારાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ગાજવિજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોકણમાં આગામી બે-ત્રણ કલાકમાં જોરદાર પવન સાથે વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 18મી ઓક્ટોબરે અનેક રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને કારણે આ વિસ્તારોમાં ઠંડીની લહેરથી લોકોને ગરમીથી રાહત મળશે.


દિલ્હી એનસીઆરમાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હોય તો પણ દિવસેતો કાળઝાળ તડકાને કારણે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં સોમવારે અને મંગળવારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને કારણે મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રીએ ઓછું થશે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી હશે જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી હશે.


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સોમવારે ઉત્તરાખંડ, જમ્મિ-કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મુઝફ્ફરાબાદમાં ધીમાંથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉપરાંત અનેક રાજ્યમાં વિજળીના કડાકા સાથે વરસાદ થશે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આજે વરસાદની શક્યાતઓ રહેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button