મુંબઈમાં હીટવેવની ચેતવણીઃ આગામી ચાર દિવસ શેકાવું પડશે…

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે. બપોરે આકરા તાપ સાથે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વધતા તાપમાન વચ્ચે હવામાન ખાતાએ મુંબઈમાં હીટવેવની ચેતવણી આપી છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈ અને પુણેમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન ઊંચું રહેવાની ધારણા છે.
આ પણ વાંચો : દાદર-પ્રભાદેવીથી કોસ્ટલ રોડ જવાનું સરળ બનશે: એપ્રિલમાં અંડરપાસ ખુલ્લો મુકાશે
હવામાન ખાતાની આગાહી મુજબ, હવામાનની પેટર્ન સ્થિર રહેશે, અને અઠવાડિયા દરમિયાન ગરમીમાં વધારો થશે. આવતીકાલે મુંબઈનું તાપમાન ૨૨થી ૩૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. સાંજના સમયે પણ હવામાન ગરમ રહેશે.
બીજા દિવસે એટલે કે ૨૦ માર્ચે પણ તાપમાન ૨૩થી ૩૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ૨૧ માર્ચે પણ તાપમાન ૨૨ થી ૩૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જે બીજો ગરમ દિવસ હશે. ૨૨ અને ૨૩ માર્ચે પણ તાપમાન ૨૩થી ૩૩ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.