આમચી મુંબઈ

કુણબી સર્ટિફિકેટ લેવામાં શરમ આવતી હોય તેમણે ચંદ્ર પર જતું રહેવું: જરાંગે

વાઈ: મરાઠા સમાજના કેટલાક લોકોને કુણબી સર્ટિફિકેટ જોઇતું નથી એવું જાણવા મળ્યું છે. તેમને ઓબીસીમાંથી જ અનામત જોઇએ છે. જેઓને કુણબી શબ્દથી શરમ આવે છે તેઓએ ખેતર વેચીને ચંદ્ર પર જતું રહેવું જોઇએ, એવી સલાહ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ આપી હતી. સાતારા ખાતે ગાંધી મેદાન પર શનિવારે મરાઠા આંદોલન માટેની સભા યોજાઇ હતી. તે સમયે જરાંગેએ છગન ભુજબળ પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. શિંદે, ફડણવીસ સરકારની ટીકા કરી હતી. મરાઠા સમાજમાં જેઓને કુણબી સર્ટિફિકેટ લેવાની શરમ આવે છે તેમની ઝાટકણી કાઢી હતી.
મરાઠા અનામત પર ઓબીસી અને મરાઠા સમાજ વચ્ચે આગ લગાવવાનું કામ રાજકારણીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મરાઠા સમાજને અનામત મળશે અને તે પણ ઓબીસીમાંથી જ મળશે, પણ મરાઠા સમાજે સંયમ રાખવાની જરૂર છે. આપણે એક થઇ ગયા છે અને સરકારને આપણી ભાષા સમજાઇ રહી છે. મરાઠા સમાજને સરકારે અનામત આપવું જ પડશે અને જો એવું ન થયું તો તેઓએ આપણું આંદોલન જોયું છે, એમ જરાંગેએ આક્રમક શબ્દોમાં કહ્યું હતું.
મહારાષ્ટ્ર સદન કૌભાંડ કરીને તમને બોલવાનો અધિકાર નહીં અને તેમને મહત્ત્વ આપવાની કોઇ ગરજ પણ નથી. પદ પર બેઠેલા વ્યક્તિએ કાયદાને પગ નીચે રોંદવાનું યોગ્ય નથી. ભુજબળ પર હું કંઇ બોલુ એટલી તેમની લાયકાત નથી. એક વ્યક્તિ તરીકે તેમની કિંમત ભલે હોય, પણ અનામતના આડે આવનારની કિંમત નથી. આપણને ઓબીસીમાંથી જ અનામત મળવાનું છે એવી માહિતી મળ્યા બાદ સમાજો વચ્ચે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે, એમ જરાંગેએ જણાવ્યું હતું.
આપણને ઓબીસીમાંથી અનામત જોઇએ છે ત્યારે કુણબી તરીકે ઓળખ મેળવવામાં શરમ રાખવી ન જોઇએ, એવી સલાહ પણ તેમણે આપી હતી.

મને મારા પ્રધાનપદની ચિંતા નથી : છગન ભુજબળનો સંભાજીરાજે પર પલટવાર
જલાનાના અંબડ ખાતે ‘ઓબીસી આરક્ષણ બચાવ એલ્ગાર સભા’ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના પ્રધાન છગન ભુજબળે મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલ પર ટીકા કરી હતા. મરાઠા આરક્ષણ મુદ્દે ટીકા કરવા અંગે પૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિએ છગન ભુજબળ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને રાજ્ય સરકાર પાસે તેમને પ્રધાન પદ હટાવવાની માગણી કરી હતી. સંભાજીરાજેની ટીકાનો જવાબ આપતા ભુજબળે ઇગતપુરીમાં એક સભાને સંબોધતી વખતે કહ્યું મને વિધાનસભ્ય અને પ્રધાનપદની ચિંતા નથી. સંભાજીરાજે છત્રપતિએ ટ્વિટ કરતાં લખ્યું કે છગન ભુજબળ રાજ્યના સામાજિક સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરી રહ્યા છે. સામાન્ય ઓબીસી ભાઈઓ મરાઠા સમુદાયનો વિરોધ નથી કરી રહ્યા ત્યારે માત્ર પોતાની રાજકીય સ્થિતિ જાળવી રાખવા માટે બે સમુદાયો વચ્ચે અસ્તિત્વમાં ન હોય તેવા ઝગડાની સ્થિતિને ઉશ્કેરવાનું પાપ તેઓ કરી રહ્યા છે. જો સરકારમાં કોઈ પ્રધાન ખુલ્લેઆમ પોતાની જુદી ભૂમિકાને લીધે સાંપ્રદાયિક તણાવ પેદા કરતા હોય તો શું સરકાર પણ આજ ભૂમિકા લઈ રહી છે? તેની સ્પષ્ટતા થવી જોઈએ અન્યથા છગન ભુજબળને મંત્રી પદેથી હટાવી દેવા જોઈએ. સંભાજી રાજેના આ વાતનો જવાબ આપતા ભુજબળે કહ્યું હું સંભાજીરાજે છત્રપતિનું
સન્માન કરું છું. તેઓ આપણા હૃદયમાં પછાત વર્ગ માટે લડનારા રાજર્ષિ શાહુ મહારાજ છે. તમે શાહુ મહારાજની ગાદી પર બેઠા છો. તમે કોઈ સમુદાયના નથી, પરંતુ બધાના છો. તો પછી, તમે કોઈ એક સમુદાયની તરફેણમાં કેવી રીતે બોલી શકો? મરાઠા આરક્ષણ બાબતમાં સંભાજી રાજએ પડવું ન જોઈએ. સંભાજીરાજે એવો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈતો હતો કે દરેકને અકબંધ રાખવો જોઈએ અને કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ. શું મેં બીડમાં ઘરો સળગાવી દીધા? ત્યારે તેઓ મૌન હતા. તમારે બીડમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા જવું જોઈતું હતું. મને વિધાનસભ્ય અને પ્રધાનપદની ચિંતા નથી.
તમે રાજ્યના રાજા છો. તો બધાને ન્યાય આપો. અન્યાય ન થાય તેનું ધ્યાન રાખો. આવી અપીલ ભુજબળે સંભાજીરાજે છત્રપતિને કરી હતી.

નાયબ મુખ્યપ્રધાન મુંબઇની કાયદો અને વ્યવસ્થા અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપે: રાઉત
નવી દિલ્હી: એક તરફ મનોજ જરાંગે રાજ્યમાં મરાઠા આરક્ષણના મુદ્દે આક્રમક છે તો બીજી તરફ હવે છગન ભુજબળના નેતૃત્વમાં ઓબીસી આરક્ષણને આગળ ન વધારવાની પણ માંગ કરવામાં આવી રહી છે. તેથી અનામતને લઈને રાજ્યમાં મોટો વિવાદ થવાની શક્યતા છે. આ સંદર્ભમાં, ઠાકરે સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ચૂપ રહેવાની ટીકા કરી છે.
“રાજ્યમાં આવી સ્થિતિ ક્યારેય ઉભી થઈ નથી. મહારાષ્ટ્ર સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. પ્રગતિશીલ મહારાષ્ટ્ર જાતિઓમાં વહેંચાયેલું જણાય છે,” સંજય રાઉતે તે સમયે કહ્યું હતું. અમે રાષ્ટ્રપતિને અનામત મર્યાદા વધારવા માટે કહીશું. તેમણે એમ પણ કહ્યું કે અન્ય કોઈના આરક્ષણને અસર કર્યા વિના મરાઠા, ધનગર સમુદાયોની માંગણીઓ પૂરી કરવા માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ.
સંજય રાઉતે કહ્યું કે ઠાકરે જૂથનું પ્રતિનિધિમંડળ આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને અનામતના મુદ્દે સ્ટેન્ડ લેવા વિનંતી કરવામાં આવશે.
“મરાઠા સમુદાય દ્વારા આરક્ષણ માટે ઉભા કરાયેલા આંદોલનનો વ્યાપ વધી રહ્યો છે. તેમનો વિરોધ કરવા ઓબીસી, ધનગર સમાજના આગેવાનો આગળ આવ્યા છે. એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંધારણ મુજબ ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં. રાજ્ય સરકારને તે ક્વોટા વધારવાનો
કોઈ અધિકાર નથી. અમારી માંગ છે કે રાષ્ટ્રપતિ સંસદનું વિશેષ સત્ર બોલાવે અને તેમાં ૫૦ ટકાથી વધુ અનામત આપીને નિર્ણય લે” તેમણે કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતી વખતે આ પ્રસંગે બોલતા સંજય રાઉતે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહારો કર્યા હતા. શું રાજ્યના ગૃહમંત્રી પાસે આ તરફ ધ્યાન આપવાનો સમય છે? હાલમાં તેઓ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ક્યાંક હોઈ શકે છે. રાજ્યના ગૃહમંત્રીએ સતત ૧૫ દિવસ મહારાષ્ટ્રમાં રહીને મુંબઈ સહિત રાજ્યની કાયદો અને વ્યવસ્થા અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. ગૃહમંત્રીની સ્થિતિ માત્ર રાજકીય વિરોધીઓ સામે ખોટા કેસ દાખલ કરવા માટે નથી, પરંતુ રાજ્યમાં વર્તમાન ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…