તેમણે ઘરે બેસીને નિબંધ લખવા: ફડણવીસનો ટોણો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની નામ લીધા વગર ટીકા કરતાં કહ્યું હતું કે જે માણસ પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં ઘરમાંથી બહાર નીકળ્યો નહોતા તે પોતાના કાર્યકાળમાં શું કર્યું હતું તે કહી રહ્યા હતા અને મુખ્ય પ્રધાનપદે ચાલુ રહ્યો હોત તો શું કર્યું હોત એમ પણ ગણાવી રહ્યા હોત. હવે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ઘરે બેસીને નિબંધ લખવા, એમ ફડણવીસે છત્રપતિ સંભાજી નગરમાં જણાવ્યું હતું.
આપણે નિબંધ લખતા હતા કે હું પક્ષક્ષી હોત તો શું કરત. હું ક્રિકેટર હોત તો શું કરત વગેરે. આ રાજ્યમાં એવો વ્યક્તિ છે જે આવું બધું બોલતા હોય છે. તેમણે નિબંધ લખવો જોઈએ કે મુખ્ય પ્રધાન હોત તો શું કરત.
આરાપુર ખાતે ગંગાપુર લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરતાં તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી 40 ગામની 25,000 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે.