આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

HDFC Bankમાં છે બેન્ક એકાઉન્ટ, આવતા મહિનાથી Bank બંધ કરવા જઈ રહી છે મહત્ત્વની સુવિધા…

મુંબઈઃ પ્રાઈવેટ સેક્ટરની મોટામાં મોટી બેંક ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા ટૂંક સમયમાં જ એક મોટી ફેસિલિટી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એચડીએફસી બેંક દ્વારા ગ્રાહકોને એસએમએસ મોકલીને માહિતી આપવામાં આવી છે કે 25મી જૂનથી 100 રૂપિયાથી ઓછાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી ઓછાના ડિપોઝિટ પર એસએમએસ એલર્ટ (SMS Alerts) નહીં મોકલવામાં આવે. યુઝર્સને ઈમેલ પર આ ટ્રાન્ઝેક્શનના એલર્ટ મોકલવામાં આવશે.

એચડીએફસી બેંક દ્વારા આ મામલે કસ્ટમર્સને સૂચના આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 100 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયા એકાઉન્ટમાં ડિપોઝિટ કરવા પર એસએમએસ એલર્ટ નહીં મોકલવામાં આવે. બેંકે કસ્ટમર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનું ઈમેલ આઈડી અપડેટ કરાવે જેથી તેમને નોટિફિકેશન મળતા રહે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવા નાના નાના ટ્રાન્ઝેક્શનના એલર્ટ પેમેન્ટ એપ દ્વારા આપવામાં આવે છે. બેંકે નાના ટ્રાન્ઝેક્શન પર મળતાં ફિડબેક અનુસાર આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : HDFC Bank Account Holders માટે Impotant News Alert, આવતીકાલે નહીં મળે આ સુવિધા…

છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો યુપીઆઈની સરેરાશ ટિકિટ સાઈઝ સતત ઘટતી જ જઈ રહી છે. 2022થી 2023 વચ્ચે એમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આ જોઈને ખ્યાલ આવે છે કે યુપીઆઈનો ઉપયોગ નાના નાના ટ્રાન્ઝેક્શન માટે વધારે કરાઈ રરહ્યો છે. 2023માં યુપીઆઈ દ્વારા થનારા ટ્રાન્ઝેક્શને 100 અબજનો માઈલસ્ટોન પાર કર્યો હતો.

આ સાથે જ એચડીએફસી બેંકે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ પિક્સલ પ્લે અને પિક્સલ ગો (PIXEL Play And PIXEL Go) લોન્ચ કર્યા છે. આ ડિજિટલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેંકની પેજેપ એપ (PayZapp App) દ્વારા કરી શકાશે. આ કાર્ડ 25,000 રૂપિયા સેલરીવાળા અને 6 લાખ રૂપિયા સુધીનું રિટર્ન ભરનારા સેલ્ફ એમ્પ્લોઈ લઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button