આમચી મુંબઈ

જીતને પડકારઃ હાઇ કોર્ટે રવિન્દ્ર વાયકરને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો

મુંબઈ: શિવસેના જૂથના નેતા તેમ જ ગત લોકસભા ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકર વિરુદ્ધ હારનો સામનો કરનારા અમોલ કીર્તિકરે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જે અંગે હાઇ કોર્ટે રવિન્દ્ર વાયકરને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કીર્તિકરે હાઇ કોર્ટેમાં વાયકરની જીતને અયોગ્ય ઠેરવી રદ કરવાની અરજી દાખલ કરી હતી. કીર્તિકરની અરજીને પગલે વાયકરને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું.

અરજીમાં અમોલ કીર્તિકરે રવિન્દ્ર વાયકરની સાંસદ તરીકેની સભ્યતા રદ કરી પોતાને વિજેતા જાહેર કરવા જણાવ્યું છે. આ કેસમાં પહેલી જ વખત હાઇ કોર્ટે વાયકરને સમન્સ પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન અમોલ કીર્તિકર ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી જ્યારે રવિન્દ્ર વાયકર શિંદે જૂથ તરફથી મુંબઈની ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં વાયકરને 5,42,644 મત મળ્યા હતા જ્યારે કીર્તિકરને 4,52,596 મત મળ્યા હતા અને ખૂબ જ ઓછા મતના અંતરે વાયકરનો વિજય થયો હતો. જોકે, મતની ગણતરીમાં ચેડાં થયા હોવાનો દાવો કરી ફેર મતગણતરી કરવાની માગણી કરતી અરજી કીર્તિકરે હાઇ કોર્ટમાં દાખલ કરી હતી.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ

મતગણતરી દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ગંભીર ભૂલો થઇ હતી, જેના કારણે ચૂંટણીના પરિણામો પર અસર થઇ હતી, એવો દાવો પણ અરજીમાં કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયા અનુસાર મતદાન દરમિયાન 333 લોકોએ નકલી મતદાન કર્યું હતું જેના કારણે મતગણતરી અને ચૂંટણીના પરિણામો પર અસર થઇ હતી

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker