એ હાલો…પોતાની આગવી સ્ટાઈલમાં ગરબા રમતી આ ટીવી એક્ટ્રેસ પહોંચી ગઈ ગરબા રમવા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ કરીને જાણીતી થયેલી એક્ટ્રેસ દિશા વાકાણી 2017થી બ્રેક પર છે. લાઈમલાઈટથી દૂર રહેતી દિશા વાકાણી હાલમાં જ નવરાત્રીના એક કાર્યક્રમમાં પરિવાર સાથે જોવા મળી હતી. દિશા વાકાણી અને તેના પતિ મયૂર પડિયાએ ગુલાબી રંગના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. લાંબા સમય બાદ જાહેરમાં દેખાયેલી દિશા વાકાણીને ટીવીના પડદે જોવા માટે ફેન્સ આતુર છે. જોકે, તેણી શોમાં પાછી ફરશે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સિરિયલમાં દયાભાભી ગરબા રમવાના ખૂબ જ શોખિન બતાવવામાં આવ્યા હતા અને તેની સ્ટાઈલ પણ અલગ હતી.
દયાભાભીનો રોલ કરીને પોપ્યુલર થનારી એક્ટ્રેસ દિશા વાકાણીએ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. 2017માં દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર ગઈ હતી. દિશાની દીકરીનો જન્મ થતાં તેણે તેના ઉછેર માટે અને પરિવારને સંભાળવા માટે બ્રેક લઈ લીધો. જે બાદ ગત વર્ષે દિશાએ દીકરાને પણ જન્મ આપ્યો હતો. શોથી દૂર થયા પછી દિશા વાકાણી લાઈમલાઈટથી પણ દૂર જ રહે છે. હાલમાં જ તે એક કાર્યક્રમમાં જોવા મળી હતી. જ્યાં તેને જોઈને સૌ ખુશ થઈ ગયા હતા. જોકે તેના ફેન્સ તેને હજુ ખૂબ જ યાદ કરે છે, પણ પરિવાર અને બાળકોમાંવ્યસ્ત દિશાભાભી ફરી આવશે કે નહી્ં તે તો માતાજીને જ ખબર.