ભાજપને ‘ડિંગો’ દેખાડી મહારાષ્ટ્રના મોટા નેતાએ કર્યું આ કામ…
મુંબઈ: ભાજપના મોટા ગજાના નેતા હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થવાના હોવાની ચર્ચા ચાલી રહી હતી તેના પર હર્ષવર્ધન પાટીલે પોતે જ મહોર મારી છે. તેમણે પોતાના સમર્થકો સાથે તે શરદ પવારના પક્ષમાં સામેલ થશે, તેવી જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો : Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત
ઉલ્લેખનીય છે કે હર્ષવર્ધન પાટીલ ગુરુવારે શરદ પવારને તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઑક’માં મળ્યા હતા. જ્યાર પછી તેમણે દાવો કર્યો હતો કે શરદ પવારે તેમને તેમના પક્ષમાં સામેલ થઇને વિધાનસભાની ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હર્ષવર્ધન પાટીલનું કદ ખૂબ જ મોટું છે અને તે ચાર વખત ઇંદાપુર બેઠક પરથી વિધાનસભ્ય બની ચૂક્યા છે તેમ જ ભૂતપૂર્વ પ્રધાન પણ રહી ચૂક્યા છે.
પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં નાયબ મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસ સાથે મારા નિર્ણય લેતા પહેલા વાતચીત કરી હતી. અમે અઢી કલાક સુધી આ બાબતે ચર્ચા કરી હતી. જોકે, ઇંદાપુરની બેઠક મહાયુતિની બેઠક વહેંચણીમાં દત્તાત્રેય ભારણે(અજિત પવાર જૂથની એનસીપીના હાલના વિધાનસભ્ય)ના ભાગે જઇ રહી હતી. ફડણવીસે મને અન્ય વિકલ્પો પણ આપ્યા હતા. જોકે, મને જે મારા માટે એ વિકલ્પો યોગ્ય લાગ્યા હોવા છતાં મારા સમર્થકો અને મારા મતવિસ્તારના લોકોને તે ક્યારેય માન્યમાં આવે તેવા નહોતા.
આ પણ વાંચો : મહિલા સુરક્ષા માટે રાજ્યમાં ‘પંચ શક્તિ’
પોતે શરદ પવારના પક્ષમાં સામેલ થતા પહેલા પોતાના સમર્થકો સાથે બેઠક યોજી પછી જ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે કહ્યું હતું.