આમચી મુંબઈમનોરંજન

અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!

મુંબઇઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે પરંતુ તેમની પ્રિ વેડિંગ વિધિ માર્ચથી ચાલી રહી છે. હાલમાં અંબાણી પરિવારે શુક્રવારે નેતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે દંપતિ માટે એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડની જાણીતી હસ્તી અને સાથે ક્રિકેટરોએ પણ તેમની પત્નીઓ સાથે ભાગ લીધો હતો.

હાર્દિક પંડ્યા પણ શુક્રવારે અનંત અંબાણીના સંગીત સમારોહમાં પહોંચ્યો હતો. જોકે, તે એકલો આવ્યો હોવાથી અભિનેત્રી નતાશા સ્ટેનકોવીચ સાથેના તેના છૂટાછેડાની અફવાઓ ફરી જામવા લાગી છે. IPL પછી આ પહેલીવાર છે જ્યારે હાર્દિક પંડ્યા કોઈ ઇવેન્ટમાં જોવા મળ્યો હોય.

હાર્દિક પંડ્યા બ્લેક કુર્તા અને જેકેટ પહેરીને સંગીતમાં પહોંચ્યો હતો અને તે એકદમ ક્લાસી લાગતો હતો. વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ ઝળકતી હતી. તેણે આવીને પહેલા એકલા ફોટોગ્રાફ્સ લીધા ત્યાર પછી તેણે તેના પરિવારને ફોન કર્યો હતો. હાર્દિકની સાથે તેના મોટાભાઈ કૃણાલ પંડ્યા ભાભી પંખુરી શર્મા અને સાથે ક્રિકેટર ઈશાન કિશન પણ જોવા મળ્યા હતા. હાર્દિકની આ ફેમિલી તસ્વીરમાં નતાશા જોવા મળી ન હતી. આને કારણે લોકોને એવી ખાતરી થઈ ગઈ કે હાર્દિક અને નતાશા બંને હવે સાથે નથી. હવે જોવાનું એ રહે છે કે તેઓ તેમના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત ક્યારે કરશે આખા વર્લ્ડ કપ દરમિયાન નતાશા જોવા મળી ન હતી. જો કે, તમામ ખેલાડીઓની પત્ની હાજર રહી હતી.

બોલીવુડમાં ડાન્સિંગ માટે પ્રખ્યાત નતાશાનો ડેટિંગ ઇતિહાસ ખૂબ જ રંગીન છે. હાર્દિક પંડ્યા સાથે લગ્ન કરતા પહેલા તેણે ઇન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા લોકોને ડેટ કર્યા હતા. હાર્દિક અને નતાશાએ બે વાર લગ્ન કર્યા હતા. લોકડાઉન દરમિયાન તેમણે પહેલીવાર કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ 14 ફેબ્રુઆરી 2023 ન રોજ તેમણે ખ્રિસ્તી અને હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

અનંત રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકૂમાર યાદવના પરિવાર ઉપરાંત પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ પણ તેની પત્ની સાક્ષી સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર ઝાહિર ખાન અને તેની પત્ની સાગરીકા ઘાટગે, કેએલ રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટી, સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવીશા શેટ્ટી વગેરેએ હાજરી આપી હતી.

બોલિવૂડ કે ક્રિકેટ કે પછી કોઇ પણ ફિલ્ડની સેલિબ્રિટી હોય, તેમનું જાહેર જીવન હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. લોકો તેમના વિશે બધુંજ જાણવામાં રસ ધરાવે છે. તો શું ખાય છે, શું પીએ છે, શું ઓઢે છે, ક્યાં જાય છે…. જેવી નાની નાની બાબતોનું લોકો ધ્યાન રાખતા હોય છે. હાર્દિક પંડ્યા પણ સેલિબ્રિટી છે, તેથી લોકોને એની વાત જાણવામાં રસ છે, પમ લોકોની આ જિજ્ઞાસા ક્યારેક સેલિબ્રિટીઓ માટે ઘાતક બની જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button