આમચી મુંબઈ

હાર્બર અને ટ્રાન્સહાર્બર, પશ્ર્ચિમનો બ્લોક રદ

ફક્ત થાણે-કલ્યાણ વચ્ચે બ્લોક

મુંબઈ: ગણેશોત્સવની ખરીદી માટે છેલ્લો રવિવાર હોવાને કારણે મધ્ય રેલવેએ હાર્બર અને ટ્રાન્સહાર્બર પર લેવામાં આવનારા મેગાબ્લોકને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આને કારણે ખરીદી માટે જવા ઈચ્છતા મુંબઈગરાને મોટી રાહત મળી હતી. પશ્ર્ચિમ રેલવેમાં પણ આ રવિવારે બ્લોક હાથ ધરવામાં નહીં આવે, એવું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.જોકે મધ્ય રેલવેની મેઈન લાઈન પર રવિવારે મેગાબ્લોક હાથ ધરવામાં આવ્યો છે.
થાણેથી કલ્યાણ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન સ્લો ટ્રેક પર સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી સમારકામ હાથ ધરવામાં આવશે. આ બ્લોકના સમયે મુલુંડથી છૂટતી ડાઉન ધીમી-સેમી ફાસ્ટ સેવા મુલુંડ અને કલ્યાણ સ્ટેશન દરમિયાન ડાઉન ફાસ્ટ ટ્રેક પર વાળવામાં આવશે અને થાણે, દીવા, ડોંબિવલી સ્ટેશન પર થોભશે. ટ્રેનો તેના નિયમિત સમયથી ૧૦ મિનિટ પહોંચશે. કલ્યાણથી છૂટનારી અપ સ્લો-સેમી ફાસ્ટ સેવા કલ્યાણ અને મુલુંડ સ્ટેશન દરમિયાન અપ ફાસ્ટ ટ્રેક પર વાળવામાં આવશે અને ડોંબિવલી, દીવા અને થાણે સ્ટેશન પર થોભશે. મુલુંડ બાદ અપ સ્લો ટ્રેક પર ફરી વાળવામાં આવશે. આ ટ્રેનો પણ તેના નિયમિત સમય કરતાં ૧૦ મિનિટ મોડી પહોંચશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button