
પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર બે ટ્રકમાંથી 1.23 કરોડ રૂપિયાનો ગુટકા પકડી પાડ્યો હતો અને બે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
તલાસરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત ગુટકાનો જથ્થો બે ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો અને રાજ્યના કાયદા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. બંને ટ્રકમાંથી 1.23 કરોડનો ગુટકા જપ્ત કરાયો હતો.
તલાસરીના વિકાસપાડા ખાતે શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી. બંને ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન્સ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)