આ અભિનેતાએ રસ્તા વચ્ચે બચાવ્યો આજણી વ્યક્તીનો જીવ…. વિડીયો વાઇરલ: ચાહકોએ કરી પ્રશંસા

મુંબઇ: ટીવી અને ફિલ્મના કલાકારો તેમના અભિનય કારણે તો જાણીતા હોય છે. જેમની અભીનય શૈલી અને અદાને કારણ તેમના લાખો ફેન હોય છે. પણ નાના પડદાંના આ અભિનેતાએ એક એવું મોટું કામ કર્યું કે નેટ યુઝર્સ તેની પ્રશંસા કરતાં થાકી નતી રહ્યાં. જી હા, અહીં વાત થઇ રહી છે ટીવીના જાણીતા કલાકાર ગુરમીત ચૌધરીની. અભિનેતા ગુરમીત ચૌધરીનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
ત્યારથી તેની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે. આ કોઇ તેની સ્ટાઇલ કે અભિનયની પ્રશંસા નથી પણ તેણે કરેલા એક ભલાઇના કામની પ્રશંસા છે. આ વિડીયોમાં ગુરમીત ચૌધરી રસ્તાની પાસે પડેલા એક વ્યક્તીને સીપીઆર આપતો દેખાઇ રહ્યો છે. રસ્તા પર પડેલી એક અજાણી વ્યક્તીની મદદ કરી ગુરમીતે તેનો જીવ બચાવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ આ વિડીયોમાં ગુરમીત અચાનક રસ્તાની બાજુમાં પડેલી વ્યક્તીને CPR આપતો દેખાઇ રહ્યો છે. આસપાસ ખૂબ જ ગીરદી ભેગી થઇ હતી. અને બધા ગુરમીતને જોઇ રહ્યાં હતાં.
એબ્યુલન્સની રાહ ન જોતાં તથા કોઇ મદદે આવે છે કે નહીં તેની પરવા ન કરતાં જાતે આગેવાની કરી તેણે રસ્તાની વચ્ચે CPR આપી એ વ્યક્તીનો જીવ બચાવ્યો હતો.
મુંબઇના અંધેરીમાં આ ઘટના બની છે. CPR આપતી વખતે ગુરમીત અન્ય લોકોને એ વ્યક્તીના પગના પંજા ઘસવા કઇ રહ્યો હતો. ત્યાર બાદ એ વ્યક્તી ભાનમાં આવે છે અને ગુરમીત કેટલાંક લોકોની મદદથી એને બેઠો કરે છે. વિડીયોમાં પણ લોકો ગુરમીતની પ્રશંસા કરતા દેખાયા.
આ વિડીયો વાઇરલ થતાં નેટ યુઝર્સ ગુરમીતની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. તેના ચાહકોના મનમાં આ અભિનેતા વિષે માન વધી ગયો છે. ગુરમીતે આ વ્યક્તીને બચાવી એ ખરેખર પ્રશંસા પાત્ર છે એવી કમેન્ટ લોકો કરી રહ્યાં છે. તો ઘણાં એ CPR આપવાની આ રીત ખોટી હોવાનું પણ કહ્યું છે. જોકે છતાં ગુરમીતના પ્રયાસો અને તેણે કરેલી મદદ પ્રશંસા પાત્ર છે એમ લોકો કહી રહ્યાં છે.