આમચી મુંબઈ

પુણેમાં સ્કૂલ સ્ટુડન્ટ્સના વિવાદમાં ગોળીબાર, અમેરિકા જેવું ગન કલ્ચર ભારતમાં?

પુણેઃ વર્ષોથી આપણે વાંચતા-સાંભળતા આવ્યા છે કે અમેરિકામાં 14 કે 17 વર્ષના બાળકે આંધાધૂંધ ગોળીબાર કર્યો. અમેરિકાનું ગન કલ્ચર જગતમાં બદનામ છે જ, પરંતુ આપણા મહારાષ્ટ્રના પુણેમાં બનેલી એક ઘટના આપણી માટે વધારે ચિંતાજનક છે. થોડા દિવસો પહેલા ગુજરાતના અમદાવાદની સેવન્થ ડેઝ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને કિચન કટરની મારી નાખ્યાની ઘટનાએ ભારે ભળભળાટ મચાવ્યો હતો. આવી જ ઘટના પૂણેમાં બની છે, જેમાં પિસ્તોલથી ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળીબાર ભલે સ્કૂલ બહાર થયો છે, પરંતુ તે માટેનું કારણ સ્કૂલમાં થયેલો એક નાનકડો વિવાદ છે.

નાનકડા વિવાદમાં મારામારી ને ગોળીબાર

વડગાંવ માવળ પરિસરમાં ન્યૂ ઈંગ્લીશ સ્કૂલની આ ઘટના છે. ફરિયાદી અક્ષય મોહિતેનો કઝીન ન્યૂ ઈંગ્લીશ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે. તેણે એક વિદ્યાર્થિનીને સ્કૂલેથી ઘરે ડ્રોપ કરી હતી. આ વાતનો ઝગડો આરોપી અને ફરિયાદીના ભાઈ વચ્ચે થયો. ફરિયાદીના કહેવા અનુસાર પહેલા આરોપી અને તેમના ચાર મિત્રોએ ફરિયાદીના ભાઈને સ્કૂલની બહાર એક કારમાં બેસાડી માર્યો હતો.

ફરી સાંજે ફરિયાદી અક્ષય પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે આરોપી અને તેના મિત્રો આવ્યા તેમણે મારામારી કરી અને ત્યારબાદ આરોપીએ પિસ્તોલ કાઢી ગોળીબાર કર્યો. પહેલી ગોળી તો ફાયર થઈ નહીં, પછી આરોપીએ ફરી ત્રણ ચાર ગોળી છોડી હતી. જોકે સદનસીબે કોઈને ગોળી લાગી ન હતી.

વડગાંવ પોલીસે ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની શોધ શરૂ કરી છે. આરોપીના ત્રણ મિત્રો જે તેની સાથે આવ્યા હતા તેને પકડી પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

સ્કૂલમાં ભણતા છોકરાઓ આવી નાની બાબતે એકબીજા સાથે ઝગડા કરે તે સ્વાભાવિક છે, પરંતુ મારપીટ અને પિસ્તોલ કાઢી ગોળીએ વરસાવવા માંડે, કે હત્યા કરી નાખે ત્યારે સરકાર સાથે સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ સતર્ક થવાની જરૂર છે.

આપણ વાંચો:  પહેલી ઑક્ટોબરથી ૫૭૪ રસ્તાના કૉંક્રીટાઈઝેશનું કામ થશે ફરી શરૂ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button